World News :દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર (Smit Machhar)પર ચાકુથી હુમલો કરનાર કો-પાયલોટની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. તે ઓમાનનો રહેવાસી છે. તે લાંબો સમય સીરિયા (Syria)માં રહ્યો હતો, જ્યાં તેની કટ્ટરપંથી વિચારસરણીથી પ્રભાવિત થવાની વાત સામે આવી છે.
ઇઝરાયલની ચેનલ 12ના અહેવાલ મુજબ, તપાસકર્તાઓને તેના અલ-કાયદાની વિચારસરણીથી પ્રભાવિત હોવાના પુરાવા મળ્યા છે. પૂછપરછ દરમિયાન અલ-હમામીએ સ્વીકાર્યું કે તે વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરવા માંગતો હતો.
હુમલા અગાઉ પણ તેના વર્તનને લઈને સવાલો ઉઠ્યા હતા. ‘સીએનએન’ના જણાવ્યા અનુસાર, વર્ષ 2024 માં તેને ઓમાનની નેશનલ એરલાઇનમાં પાયલોટ ટ્રેનિંગથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરલાઇનમાં બીજી જવાબદારી સોંપવામાં આવી હતી. આ લગભગ 8 મહિના પહેલા જ ફ્લાયદુબઈ સાથે જોડાયો હતો. ગત 30 સપ્ટેમ્બરે તેણે ફ્લાઇટના કોકપિટમાં કેપ્ટન મચ્છર પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો.

ઓમાન એરએ ૨૦૨૪માં ઉડાનથી હટાવ્યો હતો
હુમલા બાદ વિમાન ઝડપથી નીચે તરફ જવા લાગ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન મચ્છરે હુમલાખોરનો સામનો કરતા કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે અંદર પહોંચીને કો-પાયલોટને કાબૂમાં લીધો હતો. આ વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
વિમાનને ઇઝરાયલમાં ક્રેશ કરવાની હતી યોજના
ગંભીર ઈજાઓ છતાં કેપ્ટન મચ્છરે હિંમત દાખવી હુમલાખોરનો સામનો કર્યો. ત્યારબાદ ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોએ આરોપીને પકડી લીધો. બે ઓફ-ડ્યુટી પાયલોટોએ પણ વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવવામાં મદદ કરી હતી.
આ હુમલા બાદ વિમાનને સાઉદી અરેબિયાના તબુક શહેર (Tabuk City)માં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ઘટના સમયે વિમાનમાં 174 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના ઇઝરાયલી મુસાફરો હતા. ભારત અને યુએઈના નાગરિકો પણ તેમાં સામેલ હતા. અમેરિકા (America)ના વિદેશ વિભાગના જણાવ્યા મુજબ, ચાર મુસાફરો અમેરિકી નાગરિક હતા. ગંભીર રીતે ઘાયલ કેપ્ટન મચ્છરને સાઉદી અરેબિયાથી એરલિફ્ટ કરીને અબુધાબી લવાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો:ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટના પાછળ ઈરાનનો હાથ? ટ્રમ્પે આપી ભયંકર પરિણામોની ચેતવણી
આ પણ વાંચો:Flydubai કાંડ: નેતન્યાહૂનો એક્શન ઓર્ડર, દોષિતોને ભારે કિંમતની ચેતવણી
આ પણ વાંચો:PM મોદીએ સ્મિત મચ્છર સાથે કરી વાત, કહ્યુ કે તમારી હિંમતથી મોટી દુર્ઘટના ટળી
