Vadodara News: નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને (Vadodara Police Navratri Security) લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રિની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Vadodara Police Navratri Security: નવલખી મેદાનમાં પોલીસનું સર્ચ અને કોમ્બિંગ
વડોદરા શહેર પોલીસના ઝોન-2 દ્વારા શહેરના ઐતિહાસિક નવલખી મેદાનમાં (Navlakhi Ground) સર્ચ ઓપરેશન, કોમ્બિંગ અને વિસ્તાર પર નિયંત્રણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઓપરેશનમાં ભાગ (Police Search Operation) લીધો હતો.
ડાર્ક સ્પોટ્સ અને નિર્જન જગ્યાઓ પર ખાસ નજર
નવરાત્રિ દરમિયાન નવલખી મેદાન અને તેની આસપાસ મોટી સંખ્યામાં ખેલૈયાઓ તથા નાગરિકોની અવરજવર રહેવાની છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે મેદાનની અવાવરું અને અંધારી જગ્યાઓ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું.
સર્ચ દરમિયાન મેદાનમાં શંકાસ્પદ રીતે ફરતા અથવા બેસેલા લોકોની પૂછપરછ (Vadodara Police Navratri Security) કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
પોલીસ ટીમોને કામગીરી અંગે બ્રીફિંગ
સર્ચ ઓપરેશન શરૂ કરતા પહેલાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિસ્તાર પર નિયંત્રણ, પેટ્રોલિંગ તથા પોઈન્ટ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે જાળવવી તે અંગે પણ પોલીસ ટીમોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડ્રોન કેમેરાથી પણ રહેશે નજર
નવરાત્રિના દિવસોમાં સુરક્ષા (Navratri Safety) વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવલખી મેદાન તથા આસપાસના વિસ્તારોમાં નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ (Gujarat Police) અને વોચ રાખવામાં આવશે.
વડોદરા પોલીસનું કહેવું છે કે નવરાત્રિ દરમિયાન નાગરિકો અને ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં પર્વની ઉજવણી કરી શકે તે માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રી આયોજનને લઈને પોલીસની બેઠક, ગરબા આયોજકો સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા
આ પણ વાંચો: રૂ.1000માં ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટે નવરાત્રી પહેલા મચાવ્યો હોબાળો
આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી? અંબાલાલ પટેલે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીનું અનુમાન આપ્યું
