નેપાળ પછી, હવે હિંદ મહાસાગરમાં આફ્રિકાના પૂર્વ કિનારે સ્થિત એક ટાપુ દેશ મેડાગાસ્કરમાં પણ Gen-Z ના હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. લગભગ ત્રણ અઠવાડિયાથી, યુવાનો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયે સોમવારે સાંજે રાષ્ટ્રને સંબોધનની જાહેરાત કરી હતી પરંતુ વિપક્ષનો દાવો છે કે રાષ્ટ્રપતિ રવિવારે દેશ છોડીને ભાગી ગયા છે.
પાણી અને વીજળીની અછતને કારણે વિરોધ પ્રદર્શન
25 સપ્ટેમ્બરના રોજ પાણી અને વીજળીની અછતને કારણે મેડાગાસ્કરમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયો હતો, આ આંદોલનને “Gen-Z મેડાગાસ્કર” નામ આપવામાં આવ્યુ હતું અને આંદોલન Gen-Z યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલન ધીમે ધીમે ભ્રષ્ટાચાર અને અસમાનતા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધમાં ફેરવાઈ ગયું. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે, જોકે સરકાર આ આંકડાને નકારે છે.
રાષ્ટ્રને સંબોધન કરવાની જાહેરાત કરી હતી
રાષ્ટ્રપતિ કાર્યાલયે સોમવારે સાંજે રાષ્ટ્રને સંબોધન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સૈનિકોએ રાજ્ય પ્રસારણકર્તા પર હુમલો કર્યા બાદ તે મુલતવી રાખવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે રાજોએલિના રવિવારે ફ્રેન્ચ લશ્કરી વિમાનમાં દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ છે. જોકે, રાષ્ટ્રપતિની હાલની સ્થિતિની તેમના કાર્યાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: nepal news/નેપાળ Gen-Z વિરોધ બાદ, સુશીલા કાર્કી મંત્રીમંડળનો પહેલો નિર્ણય, રાષ્ટ્રીય શોક મનાવશે….
આ પણ વાંચો: nepal news/નેપાળમાં યુવાનોનું સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધના વિરોધમાં હિંસક પ્રદર્શન, 18નાં મોત, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો: France/ફ્રાન્સના માયોટમાં 100 વર્ષમાં સૌથી મોટું તોફાન, 1 હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા
