બિગ બોસ 15માં વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું છે. આજે વિકેન્ડ કા વાર છે, અને સલમાન ખાનની ગુસ્સાવાળી સ્ટાઈલ જોવા મળશે. સલમાન ખાન આજે કોઈને છોડવાના મૂડમાં નથી. આટલું જ નહીં ઉમર રિયાઝને શારીરિક હિંસાના કારણે બિગ બોસના ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. તે જ સમયે, અભિજીત બિચુકલેને પણ ખરીખોટી સાંભળવી પડશે. અભિજીત બિચુકલેને અપશબ્દો અને દુર્વ્યવહાર કરવો તેને મોંઘો પડશે. આ રીતે બિગ બોસના કન્ટેસ્ટન્ટ સલમાન ખાન આજે બિગ બોસના ઘરમાં ખરાબ રીતે ગુસ્સે થતાં જોવા મળશે.
આ પણ વાંચો :બિગ બોસમાં આવ્યો સૌથી મોટો ઉલટપેર, Show નાં સૌથી સ્ટોન્ગ કન્ટેસ્ટન્ટ આઉટ
બિગ બોસ 15 ના લેટેસ્ટ પ્રોમોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન પોતાનો ગુસ્સો અભિજીત બિચુકલે પર ઠાલવી રહ્યો છે. સલમાન ખાને કહ્યું કે જો કોઈ તમારા પરિવારને ગંદી ગાળો આપો છો તો તમને કેવું લાગશે. બિચુકલેને ચેતવણી આપતા સલમાન ખાને કહ્યું કે જો ફરીથી આવું કરીશ તો અઠવાડિયાના મધ્યમાં તેને વાળથી પકડી બહાર કરી દઇશ. જ્યારે તે આના પર અસભ્યતાથી બોલવાની કોશિશ કરે છે તો સલમાન ખાને તેને અધવચ્ચે જ રોકી દીધો હતો. ત્યારે તેઓ કહે છે કે જો તારું વર્તન ચાલુ રહેશે તો હું તને ઘરમાં ઘૂસીને મારીશ. તમે પ્રોમોમાં જુઓ છો કે આવા શોને નરકમાં જવા માટે કહેવામાં આવે છે. આ રીતે આજે વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું છે અને અભિજીત બિચુકલે પણ આજે સલમાન ખાનના ગુસ્સાથી બચવાના નથી.
https://www.instagram.com/tv/CYdO3OcFHsV/?utm_source=ig_web_copy_link
આ સિવાય સલમાને કરણ કુન્દ્રા પર પણ પ્રહારો કર્યા હતા. ટાસ્કમાં તેજસ્વીને સાથ ન આપવા બદલ તેને ઠપકો આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તે હંમેશા તેજુને કહે છે કે જાવ અને ઉમરને માફ કરશો, પરંતુ તે અને ઉમરે ક્યારેય કહ્યું નથી કે ચાલો આજે તેજસ્વી માટે રમીએ. આ સાંભળીને તેજસ્વી રડવા લાગે છે. આ પછી સલમાન એમ પણ કહે છે કે બોયફ્રેન્ડ હોવા છતાં કરણે ક્યારેય તેજાની મદદ કરી નથી.
આ પણ વાંચો : ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ બ્લેક અભિનેતા Sidney Poitier નું નિધન, સ્ટાર્સે પાઠવી શ્રદ્ધાંજલિ
પ્રોમો અનુસાર, અરબાઝ ખાન, કાશ્મીરા શાહ, દિવ્યા અગ્રવાલ, નેહા ભસીન, ગીતા કપૂર જેવા કલાકારો પણ શોમાં જોવા મળશે, જે પરિવારના સભ્યો સાથે વાત કરશે અને પોતાનો ગુસ્સો ઠાલવશે.
આ પણ વાંચો :ટીવી શો ‘પંડ્યા સ્ટોર’ના 4 લીડ સ્ટાર્સ કોરોના પોઝિટિવ, રોકવું પડ્યું શૂટિંગ
આ પણ વાંચો : સલમાન ખાને શેર કર્યો ઘોડા સાથે ફોટો, ચાહકો બોલ્યા જ્યારે ભાઈજાનની ચાલે છે ત્યારે…
આ પણ વાંચો :નોરા ફતેહીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ચાહકોનો માન્યો આભાર
