Not Set/ ફિલ્મ ‘મિત્રોં’નું પીએમ સાથે કોઈ કનેક્શન નથી…

મુંબઈ ટીવીની જાણીતી અભિનેત્રી કૃતિકા કામરાએ ફિલ્મ ‘મિત્રોં’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મ ગત સપ્તાહે શુક્રવારના રોજ રીલીઝ થઈ ચુકી છે, તેમજ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. કૃતિકાનું કહેવુ છે કે, આ પહેલા પણ મેં અન્ય ફિલ્મ સાઈન કરી હતી, પણ કોઈને કોઈ કારણસર તે પ્રોજેક્ટ અટવાઈ પડ્યા, જેથી હું […]

Trending Entertainment

મુંબઈ

ટીવીની જાણીતી અભિનેત્રી કૃતિકા કામરાએ ફિલ્મ ‘મિત્રોં’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મ ગત સપ્તાહે શુક્રવારના રોજ રીલીઝ થઈ ચુકી છે, તેમજ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. કૃતિકાનું કહેવુ છે કે, આ પહેલા પણ મેં અન્ય ફિલ્મ સાઈન કરી હતી, પણ કોઈને કોઈ કારણસર તે પ્રોજેક્ટ અટવાઈ પડ્યા, જેથી હું સિરીયલ પર ફોકસ કરવા લાગી.

Image result for movie mitro

કૃતિકાએ વધુમાં જણાવ્યું કે મેં ચંદ્રકાંતા બાદ બ્રેક લેવાનુ વિચાર્યુ પણ નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર નિતિન કક્કડનો ફોન આવ્યો. તેમણે ‘મિત્રોં’ ફિલ્મની સ્ક્રિપ્ટ મને સંભળાવી, જે મને ખૂબ પસંદ પડી અને આખરે હું ‘મિત્રોં’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવામાં સફળ રહી.

Image result for movie mitro

આ ફિલ્મના ટાઈટલ મિત્રોંને લઈને કેટલાક કન્ફ્યુઝન હતા. પરંતુ હું આપ સૌને જણાવી દઉં કે, ફિલ્મ મિત્રતા પર આધારીત છે. એટલે આ ટાઈટલનુ આપણા પીએમ (પ્રધાનમંત્રી) સાથે કોઈ લેવા દેવા નથી. ફિલ્મનુ સમગ્ર ધ્યાન મિત્રતા પર આપવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં માત્ર યંગસ્ટર્સ વચ્ચેની મિત્રતાની જ વાત નહીં પણ એક રીલેશનશિપને કઈ રીતે મેઈન્ટેન રાખવા તે પણ દર્શાવાયુ છે. મહત્વનુ છે કે, ફિલ્મ ‘મિત્રોં’માં કૃતિકા ઉપરાંત જૈકી ભગનાની, પ્રતિક ગાંધી પણ નજરે પડી રહ્યા છે.

Image result for movie mitro