Not Set/ ચક્રવાતી તૂફાન “ડે”ના કારણે ઓરિસામાં ભારે વરસાદના, ઘણા વિસ્તારો થયા જળમગ્ન

ભુવનેશ્વર, ચક્રવાતી તૂફાન “ડે” એ શુક્રવાર સવારે ઓરિસ્સામાં એન્ટ્રી લીધા બાદ રાજ્યમાં એનક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. Interior dists will receive heavy rainfall. Warning for fishermen continues for next 24 hrs. Malkangiri has received maximum rainfall. Chhattisgarh will also receive rainfall. In Odisha, dists adjacent to Chhattisgarh & in […]

Top Stories India Trending

ભુવનેશ્વર,

ચક્રવાતી તૂફાન “ડે” એ શુક્રવાર સવારે ઓરિસ્સામાં એન્ટ્રી લીધા બાદ રાજ્યમાં એનક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

ભુવનેશ્વર સ્થિત હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર એચ આર વિશ્વાસે જણાવ્યું હતું કે, “ઉત્તર – પશ્ચિમ બંગાળની ખાડીથી ઉપર બનેલુ ચક્રવાતી તૂફાન ડે ૨૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ – ઉત્તર દિશામાં ખુબ આગળ વધી રહ્યું છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાની તરફ આ તૂફાન આગળ વધતું રહેશે અને ત્યારબાદ કમજોર પડશે”.

આ ચક્રવાતી તૂફાનથી ગજપતિ, ગંજમ, પુરી, રાયગઢ, કાલાહાંડી, કોરાપુટ, મલ્કાનગિરી, નવરંગાપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે અને આ જિલ્લાના ઘણા વિસ્તારો જળમગ્ન થયા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક સુધી ભારે વરસાદ અને ઝડપી હવાઓ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક કલાકો સુધી ઓડિશા તટ પર ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા કિનારાના જિલ્લાઓ અને કેટલાક વિભાગોમાં અધિકારીઓને કોઈ પણ સ્થિતિને નીપટવા માટે તૈયાર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

જો કે આ પહેલા ગુરુવારે મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં અધિકારીઓને કોઈ પણ સ્થિતિ પર નજર રાખવા અને તેનાથી નીપટવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટેના આદેશ આપ્યા છે.