Entertainment News/ ગૌહર ખાન ફરી એક દીકરાની માતા બની, ચાહકો સાથે ખાસ રીતે ખુશખબરી શેર કરી

બંનેએ સોશિયલ મીડિયા પર ચાહકોને ખુશખબર આપી અને જણાવ્યું કે તેના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને તેના મોટા દીકરાને નાનો ભાઈ મળ્યો

Trending Entertainment

Entertainment News: ગૌહર ખાન અને ઝૈદ દરબાર ફરી એકવાર માતા-પિતા બન્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર ચાહકોને ખુશખબર આપી અને જણાવ્યું કે તેના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને તેના મોટા દીકરાને નાનો ભાઈ મળ્યો છે. ચાહકો ગૌહરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

આ ખુશખબરી આપવા માટે, આ દંપતીએ એક ફોટો શેર કરી છે, જેમાં લખ્યું છે કે ભગવાનના આશીર્વાદથી તેના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને તેનો દીકરો જહાન તેના ભાઈના આગમનથી ખૂબ ખુશ છે. તેના દીકરાનો જન્મ 1 સપ્ટેમ્બરના રોજ થયો હતો અને તેઓ તેના બીજા બાળક માટે પણ બધાનો પ્રેમ અને આશીર્વાદ ઇચ્છે છે.

આ દંપતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી  શેર કરતાની સાથે જ તેના ચાહકો અને મિત્રોએ તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું. ગાયિકા નીતિ મોહને કોમેન્ટમાં લખ્યું, “હે ભગવાન! આ સમાચાર સાંભળીને અમને ખૂબ આનંદ થયો. તમારા બધાને, ખાસ કરીને જહાનને, અભિનંદન.” અભિનેત્રી અમાયરા દસ્તુરે પણ આ દંપતીને અભિનંદન આપ્યા.

આ ખુશીની વાત ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારે 10 એપ્રિલ, 2025 ના રોજ સોશિયલ મીડિયા પર ગૌહરની બીજી પ્રેગ્નેન્સીની માહિતી જાહેર કરી હતી. બંનેએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ “પ્રાઈસ ટેગ” ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેમાં રીલના અંતે તેનું પેટ દેખાય છે. શો દરમિયાન આ કપલ એકબીજાને ગળે લગાવતા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યું છે. ગૌહરે કેપ્શનમાં એક સુંદર નોંધ લખી હતી, જેમાં લખ્યું હતું, “બિસ્મિલ્લાહ !! તમારી પ્રાર્થના અને પ્રેમની જરૂર છે . દુનિયામાં પ્રેમ ફેલાવો અને નૃત્ય કરો #GazaBaby2 #allahummabaarikfiihi.”

ગૌહર ખાન અને ઝૈદ દરબારે નવેમ્બર 2020 માં સગાઈ કરી અને લગભગ એક મહિના બાદ 25 ડિસેમ્બર, 2020 ના રોજ મુંબઈમાં મેરેજ કર્યા. લગ્નના લગભગ 3 વર્ષ પછી, ગૌહર ખાન અને ઝૈદ દરબારે મે 2023 માં તેના પહેલા બાળક જહાનનું સ્વાગત કર્યું હતું અને હવે આ કપલ ફરી એકવાર માતાપિતા બન્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અભિનેત્રી જિયા માણેકે તેના મિત્ર વરુણ જૈન સાથે કરી લગ્નની સરપ્રાઇઝ જાહેરાત

આ પણ વાંચો:મનિકા વિશ્વકર્મા બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025, હવે થાઈલેન્ડમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આ પણ વાંચો:રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મના સેટ પર ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી કરાયા