Entertainment News/ કૌન બનેગા કરોડપતિના મંચ પર ભાવનગરના ડોક્ટરેને જોઈને અમિતાભ બચ્ચન થયા ભાવુક

KBC 18 માં ભાવનગરના ૩ ફીટના ડૉ. ગણેશ બારૈયાને જોઈ અમિતાભ બચ્ચન ભાવુક થયા. જાણો મેડિકલ એડમિશન માટે સુપ્રીમ કોર્ટ સુધી લડીને ડોક્ટર બનવાની તેમની પ્રેરણાદાયી સફર.

Entertainment
KBC 18 Big B emotional seeing doctor

Entertainment News : કહેવાય છે કે, “વ્યક્તિની ઓળખ તેના કદથી નહીં પણ તેના સપના અને ઈરાદાઓથી થાય છે.” આ વાક્યને સાચું સાબિત કરી બતાવ્યું છે ગુજરાતના ભાવનગર જિલ્લાના ૩ ફીટની ઊંચાઈ ધરાવતા ડૉ. ગણેશ બારૈયાએ. સોની ટીવીના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ 18’ (KBC 18) ની હોટસીટ પર જ્યારે ડૉ. ગણેશ બારૈયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેઠા, ત્યારે તેમની સંઘર્ષગાથા સાંભળીને સમગ્ર દેશ તેમની હિંમતને સલામ કરવા લાગ્યો હતો..

KBC 18 :સર્કસની 5 લાખની ઓફર ફગાવી માતા-પિતાએ ભણાવ્યો

ભાવનગરના ગૌરખી ગામના ગરીબ પરિવારમાં જન્મેલા ડૉ. ગણેશ 9 ભાઈ-બહેનોમાં એકમાત્ર એવા હતા જેમનું કદ વધ્યું નહોતું. તેઓ 10 વર્ષના હતા ત્યારે એક સર્કસ કંપનીએ તેમના પિતાને 5 લાખ આપીને ગણેશને ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પિતાએ આ ઓફર ફગાવી દીધી અને ગણેશને 5 કિલોમીટર દૂર શાળાએ ખભા પર બેસાડીને ભણાવવા લઈ જતા.

3 ફીટ હાઈટના કારણે મેડિકલ એડમિશનમાં અડચણ અને સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નીટ (NEET) ની પરીક્ષા પાસ કર્યા પછી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) એ તેમની 3 ફીટની ઊંચાઈને કારણે તેમને એમબીબીએસ માટે ‘અનફિટ’ જાહેર કર્યા હતા. પરંતુ ગણેશે હાર ન માની. પહેલા ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. 2018માં સુપ્રીમ કોર્ટે ગણેશના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો અને 2019 માં તેમને મેડિકલમાં એડમિશન મળ્યું.આજે ડૉ. ગણેશ બારૈયા ભાવનગરની સરકારી ‘સર તખ્તસિંહજી હોસ્પિટલ’માં પીડિયાટ્રિક એનઆઈસીયુ (NICU) મેડિકલ ઓફિસર તરીકે હજારો બાળકોની સારવાર કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન થયા ભાવવિભોર

કેબીસીના મંચ પર ડૉ. ગણેશના માતા-પિતાના ત્યાગ અને તેમની અદમ્ય ઈચ્છાશક્તિની વાત સાંભળીને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ભાવુક થઈ ગયા હતા. ડૉ. ગણેશ કૌન બનેગા કરોડપતિમાંથી 25000 ની રકમ જીતીને પરત ફર્યા છે, પરંતુ તેમણે દેશભરના લાખો લોકોના દિલ જીતી લીધા છે.


આ પણ વાંચો :‘હજુ સમય છે, અહંકાર છોડી માફી માગી લે…’; એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાનને મોકલ્યો ખાસ મેસેજ!

આ પણ વાંચો :કંગના રણૌત નસીરુદ્દીન શાહ પર ભડકી; કહ્યું- ‘તેઓ શિયાળ છે, દેશનું ખાય છે ને પડોશી દેશ માટે લડે છે’

આ પણ વાંચો :ગોવિંદાએ સુનીતાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું- સંબંધોમાં દરેક વાત જાહેર કરવી જરૂરી નથી