Ahmedabad News/ આનંદ નિકેતન સ્કૂલમાં મોટું એક્શન, મુંજા સમ્સ બરતરફ; 2 સુપરવાઈઝર-કેન્ટીન ઈન્ચાર્જ સસ્પેન્ડ

નાસ્તામાંથી કાચનો ટુકડો મળવાના કેસ બાદ આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)માં કાર્યવાહી, મુંજા સમ્સ બરતરફ, બે સુપરવાઈઝર અને કેન્ટીન ઈન્ચાર્જ સસ્પેન્ડ

Top Stories Ahmedabad Gujarat Breaking News
નાસ્તામાંથી કાચ મળ્યો, Anand Niketan Schoolમાં 4 સામે કાર્યવાહી; ₹10 હજારનો દંડ

Ahmedabad News: અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)માં નાસ્તામાંથી કાચનો ટુકડો મળવાના વિવાદ બાદ શાળા સંચાલન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે બે સુપરવાઈઝર અને કેન્ટીન ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મુંજા સમ્સને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા

શિક્ષણ વિભાગને સોંપાયેલા અહેવાલ મુજબ, મુંજા સમ્સ શાળામાં કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. નાસ્તામાંથી કાચનો ટુકડો મળવાના કેસ બાદ સામે આવેલી બેદરકારીને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક અસરથી સેવામાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Anand Niketan School: બે સુપરવાઈઝર અને કેન્ટીન ઈન્ચાર્જ સસ્પેન્ડ

આ ઉપરાંત શાળાના બે સુપરવાઈઝર અને કેન્ટીન ઈન્ચાર્જ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારી બદલ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી બાદ શાળામાં વહીવટી વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે નવા પ્રિન્સિપાલની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

ફૂડ સેફ્ટી ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થશે

કેન્ટીનમાં નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવવાની ઘટનાને શિક્ષણ વિભાગે ગંભીરતાથી લીધી હતી. હવે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ તરફથી સંપૂર્ણ ક્લિયરન્સ મળ્યા બાદ જ શાળાની કેન્ટીન ફરી શરૂ કરી શકાશે.આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે જરૂરી તકેદારી સુનિશ્ચિત કરવાનો છે.

પુસ્તક વિવાદ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

આ સમગ્ર મામલા દરમિયાન શાળાના પુસ્તકને લઈને ઊભા થયેલા વિવાદ અંગે પણ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવો શાળાનો કોઈ ઈરાદો નહોતો.સાથે જ શાળામાં હવેથી નિયમિત રીતે રોજ પ્રાર્થના કરાવવામાં આવશે તેવી ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આપવામાં આવી છે.

Anand Niketan School: શિક્ષણ વિભાગે રૂ.10 હજારનો દંડ ફટકાર્યો

નિયમોના ભંગ બદલ શિક્ષણ વિભાગ દ્વારા આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)ને રૂ.10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ રીતે નાસ્તામાંથી કાચ મળવાની ઘટના, શાળાની વહીવટી વ્યવસ્થા અને પુસ્તકને લઈને ઊભા થયેલા વિવાદ બાદ શાળા સંચાલન સામે એકથી વધુ સ્તરે કાર્યવાહી કરવામાં આવી છે. હવે નવા પ્રિન્સિપાલની નિમણૂક અને ફૂડ સેફ્ટી ક્લિયરન્સ બાદ કેન્ટીન શરૂ કરવાની પ્રક્રિયા પર નજર રહેશે.


આ પણ વાંચો:નંદ નિકેતન સ્કૂલ વિવાદ: DEOનો આકરો નિર્ણય, કન્સલ્ટન્ટ-કેન્ટીન ઇનચાર્જ બરતરફ, 2 સુપરવાઇઝર સસ્પેન્ડ

આ પણ વાંચો:આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ સામે કાર્યવાહી, કેન્ટીન બંધ રાખવા DEOનો આદેશ

આ પણ વાંચો:આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ, વાલીઓનો હોબાળો