ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સેનાએ ગાઝામાં બંધક બનાવેલા ત્રણ લોકોના મૃતદેહ મેળવ્યા છે. સેના અનુસાર, માર્યા ગયેલા બંધકોની ઓળખ જોનાથન સમેરાનો (21), ઓફ્રા કેદાર (70) અને શે લેવિન્સન (19) તરીકે થઈ છે. જોનાથન સમેરાનોના પિતા કોબી સમેરાનોએ ફેસબુક પર એક ‘પોસ્ટ’માં જણાવ્યું હતું કે 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા દરમિયાન તેમનો પુત્ર માર્યો ગયો હતો, ત્યારબાદ તેનો મૃતદેહ ગાઝા લઈ જવામાં આવ્યો હતો.
Bodies of 3 Deceased Hostages Recovered
The bodies of SSGT Shay Levinson, Yonatan Samerano and Ofra Keidar, who were held hostage for 625 days in Gaza, have been recovered in a joint IDF and ISA military operation.
May their memories be a blessing. pic.twitter.com/8FUo9XJwXo
— Israel Defense Forces (@IDF) June 22, 2025
શિન બેટ અને IDF ના ઓપરેશનમાં સફળતા
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ લખ્યું, “ગાઝા પટ્ટીમાં શિન બેટ અને IDF દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં, અમારા ત્રણ અપહરણ કરાયેલા નાગરિકોના મૃતદેહ ઇઝરાયલ પાછા લાવવામાં આવ્યા હતા, જેમને ક્રૂર આતંકવાદી સંગઠન હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. જોનાથન સમેરાનો, સાર્જન્ટ શે લેવિન્સન અને ઓફ્રા કાડેર જેમનું 7 ઓક્ટોબર 2023 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું અને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. હું અને મારી પત્ની, સમગ્ર ઇઝરાયલના નાગરિકો સાથે, આ પ્રિય પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના અપાર દુઃખમાં સહભાગી છીએ. “
במבצע של שב״כ וצה״ל ברצועת עזה, הושבו ארצה גופותיהם של שלושה מחטופינו שהוחזקו בידי ארגון הטרור הרצחני חמאס:
יונתן סמרנו, סמ”ר שי לוינסון ועפרה קידר, זכרם לברכה, שנרצחו ונחטפו בשבעה באוקטובר 2023.יחד עם כל אזרחי ישראל, רעייתי ואני מוסרים את תנחומינו מעומק הלב למשפחות היקרות,…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) June 22, 2025
બંધકોને પાછા લાવવામાં ન આવે ત્યાં સુધી આરામ કરીશું નહીં
નેતન્યાહુએ આગળ લખ્યું, આ સફળ ઓપરેશન માટે હું અમારા કમાન્ડરો અને સૈનિકોની હિંમત અને દૃઢ નિશ્ચયનો આભાર માનું છું.
બંધકોને પાછા લાવવાનું ઓપરેશન અવિરત ચાલુ છે અને ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષની સાથે આગળ વધી રહ્યું છે. જ્યાં સુધી અમે અમારા બધા કેદીઓને – મૃત કે જીવિત – ઘરે પાછા નહીં લાવીએ ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં.”
આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું! ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો
આ પણ વાંચો:નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ મોકલ્યું, કાશ્મીર પર પોતાના બદ્દઈરાદા પુરા કરવા નાટક રચ્યું
આ પણ વાંચો:ઇઝરાયલી હુમલામાં ઇરાનના ડ્રોન કમાન્ડરનું મોત, ઇરાને તેલ અવીવ પર મિસાઇલ છોડ્યું
