accident in rajasthan/ દરવાજો ખોલીને જોયું તો અંદરથી નીકળી રહ્યું હતું લોહી

રાજસ્થાનમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો ચકચારી બનાવ

Top Stories India

Rajasthan News : રાજસ્થાનના હનુમાનગઢમાં એક વિદ્યાર્થીના આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે.  વિદ્યાર્થીના બંધ રૂમમાંથી લોહી બહાર આવતા આપઘાતના બનાવ અંગે માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.શરૂઆતમાં પોલીસને વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું.હકીકતમાં તેણે ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો પરંતુ દોરડુ તૂટી જતા તે નીચે પટકાયો હતો. જેમાં તેના માથામાં ગંભીર ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું. મૃતકની ઓળખ સુનિલ તરીકેની થઈ છે. નોહર થાણા વિસ્તારના ભગવાન ગામનો તે રહેવાસી હતો. પોલીસે તેના પરિવારને આ ગે જાણ કરી હતી.પોલીસે મૃતકના મિત્રોની પુછપરછ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી પોલીસે કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી. પોલીસે સુનિલનો ફોન કબજે કરીને છેલ્લે તેણે કોને કોલ કર્યો હતો તેની તપાસ હાથ ધરી છે.હાલમાં પોલીસને આપગાતનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી