Gujarat News/ ગુજરાતમાં એન્ટ્રી મારે એ પહેલા જ ગ્રામ્ય LCBએ બોલાવ્યો સપાટો, ઝડપાયો ટેન્કર ભરીને દારૂ

હવે દિવાળીના દિવસો શરૂ થયા છે ત્યારે દારૂની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં એલસીબીએ દિવાળી પહેલા દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂ ભરેલું ટેન્કર ગુજરાતમાં પ્રવેશતા પહેલા અટકાવવામાં આવ્યું હતું.

Top Stories Gujarat

Gujarat News: હવે દિવાળીના દિવસો શરૂ થયા છે ત્યારે દારૂની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં એલસીબીએ દિવાળી પહેલા દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂ ભરેલું ટેન્કર ગુજરાતમાં પ્રવેશતા પહેલા અટકાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ વડોદરા નજીક જરોદ-બાયપાસ હાઈવે પર પસાર થઈ રહેલા એક ટેન્કરની તપાસ દરમિયાન તેમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસથી બચવા દારૂના તસ્કરોએ ટેન્કરમાં દારૂ ભરી દીધો હતો. આ ટેન્કરમાંથી દારૂની 917 પેટીઓ મળી આવી હતી.

તેમજ એલસીબીએ દારૂ સાથે બે લોકોની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ત્યારે ગોધરાથી વડોદરા તરફ આવી રહેલ દારૂનું ટેન્કર પકડવામાં એલસીબીને સફળતા મળી હતી.

આ પહેલા વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ના અધિકારીઓને માહિતી મળી હતી કે કાપુરાઈ માં વાઘોડીયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મ આવાસ યોજનાના બ્લોક નંબર 4, મકાન નંબર-3માં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. માહિતીને આધારે SMCના અધિકારીઓએ અહીં દરોડો પાડ્યો હતો. જેમાં મકાનમાંથી રૂ.9,06,900 ની કિંમતની 3348 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

તે સિવાય પોલીસે 9 મોબાઈલ, 3 વાહનો અને રોકડ રકમ મળીને કુલ રૂ. 15,58,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે દારૂની ગાડી મંગાવનારા અને વેચનારા નુ્મ આવાસમાં રહેતા ભાવેશ સી.રાજપુત, નિરવ બી.પટેલ, ડ્રાઈવર કેતન જે.રાઠોડ, દારૂ લેવા આવનાર ગ્રાહક આતીશ વી.ઠાકોર અને જયેશ આઈ કહારની ધરપકડ કરી હતી. જ્યારે છ આરોપી ફરાર છે જેમની પોલીસ શોધ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેરકાયદે ફટાકડાનું વેચણ અને સંગ્રહ કરતા પાંચ શખ્સો ઝડપાયા, 47.77 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: ફટાકડા વિક્રેતાઓએ ફરજિયાત લેવું પડશે ફાયર NOC, ફટાકડાના વેચાણ માટે નિયમો પાળવા જરૂરી

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેરકાયદેસર બંધ મકાનમાં ફટાકડા બનાવતા વિસ્ફોટ, 2ના મોત અને 3 ઘાયલ