Ahmedabad News/ ગેરકાયદે ફટાકડાનું વેચણ અને સંગ્રહ કરતા પાંચ શખ્સો ઝડપાયા, 47.77 લાખનો મુદ્દામાલ કબજે

અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગેરકાયદે ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOGને માહિતી મળી હતી કે હાથીજણ સર્કલથી મહેમદાવાદ જતા રોડ પર હાથીજણ ગામની સીમમાંસ્વામીનારાયણ મંદિરની સામે કેટલાક શખ્સો પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરીને ગેરકાદે ફટાકડા વેચે છે.જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું.

પોલીસે ગોડાઉનમાં રખાયોલા ફટાકડાના લાયસન્સ અંગે તપાસ કરતા તે ગેરકાયેદેસર હોવાનું જણાયું હતું. જેને પગલે પોલીસે ધવલ પી.પ્રજાપતિ, યુવરાજસિંહ ઠઠુભા વાઘેલા, સુધીર આર.પ્રજાપતિ, રાકેશ કે.ઠાકોર અને માધવ અગ્રવાલની ધરપકડ કરી હતી.વધુ તપાસમાં અહીં ફાયર સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો રાખવામાં આવ્યા ન હતા. ગોડાઉનમાંથી પોલીસે રૂ. 47,77,080 ની કિંમતના અલગ અલગ બનાવટના મિક્ષ ફટાકડા કબજે કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરક્ષાકર્મીઓ સાથે શસ્ત્રપૂજન કર્યું

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ