Gujarat News/ ફટાકડા વિક્રેતાઓએ ફરજિયાત લેવું પડશે ફાયર NOC, ફટાકડાના વેચાણ માટે નિયમો પાળવા જરૂરી

ફટાકડાના વેચાણ માટે નક્કી કરાયેલા નિયમો પણ પાળવા પડશે

Top Stories Gujarat
Beginners guide to 2024 10 16T204051.682 ફટાકડા વિક્રેતાઓએ ફરજિયાત લેવું પડશે ફાયર NOC, ફટાકડાના વેચાણ માટે નિયમો પાળવા જરૂરી

Gujarat News : ફટાકડાના વેચાણ માટે આ નિયમો પાળવા જરુરી, વેપારીઓને ફરજિયાત લેવું પડશે ફાયર NOCરાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ દિવાળીમાં પણ ફાયરસેફ્ટીના આકરા નિયમો લાગુ કરાયા છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 67 જેટલી અરજીઓને મંજૂર કરાઇ છે ગુજરાતમાં ફટાકડાના વેપારીઓેએ ફટાકડા વેચવા માટે ફરજીયાત ફાયર એનઓસી લેવી પડશે. તે સિવાય ફટાકડાના વેચાણ માટે નક્કી કરાયેલા નિયમો પણ પાળવા પડશે.  રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે હવે દિવાળીના તહેવાર પર ફાયર NOCના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

Fire Crackers Ban 2023: झारखंड में दीपावली पर पटाखे सिर्फ 2 घंटे तक ही फोड़  सकेंगे, छठ के लिए भी गाइडलाइन तय - Diwali 2023 Firecrackers Ban in  Jharkhand crackers can be

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા ફાયર એનઓસીની નિયમન પ્રક્રિયા તેજ કરાઈ છે.રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ પણ ખૂલવામાં આવ્યા છે.રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર NOCની 67 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 145 અરજીઓની સ્થળ તપાસ હજુ પણ બાકી છે. TRP અગ્નિકાંડ બાદ અધિકારીઓ પણ ફાયર એનઓસીમાં નિયમોના કડક પાલનનો આગ્રહ રાખી રહ્યા છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછી ફાયર NOC ઇસ્યૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 212 જેટલી ફાયર એનઓસી માટેની અરજી મહાનગરપાલિકામાં કરવામાં આવી છે. આ સાથે જ ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.

શું છે નિયમો

ફટાકડાની દુકાનમાં પાણીના બે બેરલ રાખવા

ફાયર સેફટી માટે રેતી ભરેલા બકેટ રાખવા ફરજિયાત

CO2નું સિલિન્ડર રાખવાનું

દુકાનનું વાયરીંગ ચેક કરવી, PGVCL દ્વારા નિયુક્ત એજન્સી પાસે વાયરિંગ સુરક્ષિત હોવા અંગે સર્ટી લેવું

દુકાનની મજબૂતાઈ માટે સ્ટ્રકચર અંગેનું પ્રમાણપત્ર ફરજીયાત

તમામ કર્મચારીઓના ફરજિયાત અકસ્માત વિમો લેવાનો રહેશે.

ફાયર NOC મળ્યા બાદ પોલીસનું લાઇસન્સ ફરજિયાત લેવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફેક વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને માલિકના નામે નાણાં મેળવી લઈને છેતરપિંડી, એક આરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી

આ પણ વાંચો: 11 જેટલા ગુજરાતીઓેએ ભારતમાંથી અમેરિકન નાગરિકો સાથે કરી હજારો ડોલરની છેતરપિંડી