Ahmedabad News : સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના એક કેસમાં છેતરપિંડી કરતી ગેંગના હૈદરાબાદના શક્સની ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ આ કેસના અજાણ્યા વોટ્સએપ ધારકે તેની ઓળખ છુપાવીને કંપનીના માલિકનો વોટ્સએપ ફોટો ડીપીમાં મુકી વિશ્વાસમાં લઈને કંપનીના માલિક તરીકે વાત કરી હતી. તેણે પ્રોજેક્ટ અંતર્ગત એડવાન્સ પેમેન્ટ કરવાનું અને આ પ્રોજેક્ટ ખૂબ અગત્યનો છે તથા તેનું પેમેન્ટ કરવું જરૂરી છે, એમ જણાવ્યું હતું. તે સિવાય
પેમેન્ટ કરવામાં આવશે તો જ પ્રોજેક્ટ સાઈન થશે તેમ કહીને આ કેસના ફરિયાદીને પાસે રૂ.86,00,000 ઓનલાઈન નાણાં ભરાવડાવ્યા હતા.
આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાગ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીએ ઓનલાઈન મેળવેલા નાણાં જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ભારતીય કરન્સીને USDTમાં કનવર્ટ કરીને આ નાણાં વિદેશ મોકલી દઈને છેતરપિંડી કરી હતી.પોલીસે તપાસ કરીને તેલંગણાના હૈદરાબાદ ખાતે રહેતા આરોપી સ્વામી અયપ્પા નરાવુલા અપ્પારાવ (42)ની ધરપકડ કરી હતી.
તેની પાસેથીપોલીસે 4 મોબાઈલ ફોન, 1 કોમ્પ્યુટર, સીપીયુ, 36 ચેકબુક, 3 ડેબિટ વાઉચર બુક, 8 RTGS\NEFT Voucher બુક, 6 ડેબિટ કાર્ડ, 1 સ્ટેમ્પ 15 મોબાઈલ સીમકાર્ડ વેગેર કબજે કર્યા હતા. આરોપી છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: યુપીના અમરોહામાં સ્કૂલની વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં યુવાનનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં હાર્ટએટેકથી બે વ્યક્તિના મોત

