Gujarat News : ભારતમાં બેઠા બેઠા 11 જેટલા ગુજરાતીઓેએઅમેરિકાના નાગરિકો સાથે હજારો ડોલરની છેતરપિંડી કરી છે. ગુજરાતમાં નકલી કોલ સેન્ટરો દ્વારા આ ઠગાઈ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.જેને પગલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ નકલી કોલ સેન્ટર્સ ઓપરેટ કરીને અમેરિકન નાગરિકો સાથે કથિત રીતે ઠગાઈ કરવા બદલ ગુજરાતના 11 સહિત દેશભરમાંથી 18 શખશો સામે તપાસ શરૂ કરી હતી. CBIએ ગત સપ્તાહે 22 શખસો સામે ગુનો નોંધ્યા બાદ પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમ સહિત દેશના 32 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. 22 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી CBIની FIR મુજબ ગુજરાતના આરોપીઓમાં નવા નરોડાના રહેવાસી દિવ્યાંગ રાવલનો સમાવેશ થાય છે.
દિવ્યાંગ રાવલ વિશાખાપટ્ટનમ અને પુણેમાં બિઝનેસ ધરાવે છે. જ્યારે તેના ન્યૂ રાણીપના તેના ભાગીદાર કાર્તિક પટેલનો પણ સમાવેશ થાય છે. અન્ય આરોપીઓમાં તક્ષિલ શાહ (નરોડા) અને સાહિલ વણઝારા (ઓઢવ) તથા અરવલ્લીના ધનસુરાના આકાશ શંખલા અને તીર્થ પટેલના નામો સામેલ છે.FIRમાં જે અન્ય લોકોના નામે સામેલ કરવામાં આવ્યા છે તેમાં નાના ચિલોડાના વિકાસ નિમાર પણ છે જે વિશાખાપટ્ટનમમાં પોતાની પેઢી ચલાવી છે. જ્યારે તેના ભાગીદાર હિતેશ વિજયર્ગીય, પ્રિતેશ પટેલ, ઈરફાન અન્સારી અને રામોલના અશ્મત શેખના નામે સામેલ છે. FIRમાં જણાવવામાં આવ્યું છે કે રાવલ અને અન્ય આરોપીઓ સાથે મળીને જૂન 2024થી અમદાવાદ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને પુણેમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ફર્મ્સના નામે કોલ સેન્ટર ચલાવતા હતા.સર્ચ દરમિયાન CBIએ મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી. આ ઉપરાંત CBI દ્વારા કુલ 951 વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, જેમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસ, મોબાઈલ ફોન અને ફાઈનાન્સિયલ ઈન્ફોર્મેશન ધરાવતા લેપટોપ્સ, કોમ્યુનિકેશન રેકોર્ડ્સ અને આ સાયબર ક્રાઈમ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રોકડા 58.45 લાખ રૂપિયા અને ત્રણ લક્ઝરી વ્હિકલ્સ પણ જપ્ત કરવામાં આવી હતી, તેમ એક CBIના એક અધિકારીએ જણાવ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ અત્યાર સુધીમાં 26 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 10 પુણેથી, પાંચ હૈદરાબાદ અને 11 વિશાખાપટ્ટનમમાંથી કરવામાં આવી છે. CBI અધિકારીએ ઉમેર્યું હતું કે ગેરકાયદેસર કોલ સેન્ટર્સના અન્ય કામદારોની ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલુ હતી.28 જુલાઈના રોજ આરોપીએ અમેરિકામાંથી એક વ્યક્તિને નિશાન બનાવ્યો હતો અને તેને ખોટી રીતે જાણ કરી હતી કે તેની વિરુદ્ધ ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી છે અને યુએસ ટ્રેઝરીની ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ (IRS) ને તેના બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો વિશે પહેલેથી જ જાણ કરવામાં આવી હતી. તેમણે પીડિતને મામલાની પતાવટ માટે આરોપી દ્વારા આપવામાં આવેલા ખાતામાં 20,000 ડોલર ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે આરોપીએ 11 જુલાઈના રોજ અમેરિકાથી અન્ય પીડિતને નિશાન બનાવ્યા હતા અને તેને પણ 20,000 અમેરિકન ડોલર ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું અને આ રીતે તેને પણ ચૂનો લગાવ્યો હતો. 23 જુલાઈના રોજ આરોપીએ અમેરિકામાં અન્ય પીડિતને ઓનલાઈન ટાર્ગેટ કર્યો અને તેને આરોપી વ્યક્તિના ક્રિપ્ટો વોલેટમાં 15,000 ડોલર કિંમતની ક્રિપ્ટોકરન્સી (BTC) જમા કરાવવાની ફરજ પાડી હતી. અમદાવાદ સહિત ગુજરાતભરમાં નકલી કોલ સેન્ટરોનો રાફડો ફાટ્યો હતો. હજીપણ ઘમી જગ્યાએ આવા નકલી કોલ સેન્ટરો ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કાંકરેજમાં કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: દ્વારકામાં મોટો અકસ્માત, બે બસ અને બાઇક વચ્ચે ટક્કર, 8 લોકોના મોત
આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત