દક્ષિણ અને બોલિવૂડના પ્રખ્યાત કલાકાર પ્રકાશ રાજે મંગળવારે તેની પત્ની પોની વર્મા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. આપને જણાવી દઈએ કે, 24 ઓગસ્ટના રોજ અભિનેતાએ તેમની 11 મી વેડિંગ એનિવર્સરી પર લગ્નની વિધિઓ ફરી કરવાનો નિર્ણય કર્યો હતો. અભિનેતા પ્રકાશ રાજના જણાવ્યા અનુસાર, તેનો પુત્ર વેદાંત તેના માતા -પિતાના લગ્ન જોવા માંગતો હતો. અભિનેતા પ્રકાશ રાજ અને પોની વર્માએ તેની ઈચ્છા પૂરી કરવા માટે તેમની વેડિંગ એનિવર્સરી પર લગ્નની વીંટીઓની અદલા-બદલી કરી હતી.
આ પણ વાંચો : ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન આ બ્રાન્ડનો બન્યો એમ્બેસેડર
પ્રકાશે સોશિયલ મીડિયા પર આ આનંદના કેટલાક ફોટો શેર કર્યા હતા. એક ફોટોમાં પ્રકાશ પત્નીને ઘૂંટણ ઉપર બેસીને રીંગ પહેરાવતો દેખાય છે. તો બીજા ફોટોમાં બને લીપકીસ કરતાં નજરે આવી રહ્યા છે. પ્રકાશ પોતાની પત્ની અને બાળકોને સાથે બહુ ખુશ દેખાઈ રહ્યો છે.વેદાંત સાથે આ સેલિબ્રેશનમાં પ્રકાશની દિકરીઓ મેઘના અને પૂજા પણ શામેલ થઈ. આ દિકરીઓ લલિથા કુમારી સાથે પ્રકાશના પહેલા લગ્નથી છે. પ્રકાશ અને લલિથા 2009માં અલગ થઈ ગયા હતા.
We got married again tonight..because our son #vedhant wanted to witness it 😍😍😍. Family moments #bliss pic.twitter.com/Vl29VlDQb4
— Prakash Raj (@prakashraaj) August 24, 2021
આ પણ વાંચો :આ મામલે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સહિત આ સેલેબ્સને EDનું તેડું, જાણો ક્યારે કરવામાં આવશે પૂછપરછ
11 વર્ષ પહેલા કર્યા હતા બીજા લગ્ન
આપને જણાવી દઈએ કે પોની વર્મા સાથે પ્રકાશ રાજે 11 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. સિંઘમ, દબંગ 2 અને હીરોપંતીમાં જોવા મળી ચૂકેલા અભિનેતા પ્રકાશ રાજ વર્ષ 2010માં 24 ઓગસ્ટે બીજા લગ્ન કર્યા. આ પહેલા વર્ષ 1994માં પ્રકાશ રાજે તમિલ અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ રાજની પહેલી પત્નીથી બે દીકરીઓ અને એક દીકરો છે પરંતુ પ્રકાશ રાજના દીકરાનુ 5 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. પહેલી પત્નીથી પ્રકાશ રાજની બે દીકરીઓ મેઘના અને પૂજા છે.
“It turned out so right.. for strangers in the night” .. thank you my darling wife .. for being a wonderful friend.. a lover and a great co traveller in our life together..🤗🤗🤗 #happyweddinganniversary @PonyPrakashraj pic.twitter.com/xPVZb6Ibb9
— Prakash Raj (@prakashraaj) August 24, 2021
આ પણ વાંચો : KBCના પહેલા કરોડપતિ પર ભરી સભામાં થયો હતો હુમલો…અને પછી…
દીકરાના નિધન બાદ લલિતા અને પ્રકાશ રાજના લગ્ન પણ તૂટી ગયા. બંનેએ ડિવૉર્સ લઈ લીધા. ત્યારબાદ 32 વર્ષની કોરિયોગ્રાફર પોની વર્મીની એન્ટ્રી પ્રકાશ રાજના જીવનમાં થઈ. ત્યારબાદ પ્રકાશ રાજે પોતાની દીકરીઓ સાથે પોની વર્માને મળાવી અને બંનેએ લગ્ન કરી લીધા. આજે પ્રકાશ રાજ અને પોની વર્માને એક દીકરો છે. જેના માટે ફરીથી પોની અને પ્રકાશ રાજે લગ્ન કર્યા.
આ પણ વાંચો :અભિનેત્રીના ચાર સંબંધીઓએ તાલિબાનના ગોળીબારને કારણે જીવ ગુમાવ્યો,એક પોસ્ટ લખીને પોતાને નસીબદાર ગણાવી
આ પણ વાંચો :સર્જરી થતાં જ અભિષેક બચ્ચન કામ પર પાછા ફર્યા, શેર કરી આ પોસ્ટ …
