બિગ બોસ 13 ની સૌથી વધુ પસંદ કરવામાં આવતી શહેનાઝ પર સલમાન ખાન ગુસ્સે થયો છે. જાણીને થોડી નવાઇ લાગી હશે કે જેના સલમાન હંમેશા વખાણ કરતો રહે છે તેના પર કેવી રીતે ગુસ્સે થઇ શકે છે? પરંતુ આ તેટલુ જ સત્ય છે જેટલુ તમે શહેનાઝને સિદ્ધાર્થનાં પ્રેમમાં પડતા જોઇ રહ્યા છો. આપને જણાવી દઇએ કે, વિકેન્ડ કા વાર માં શનિવારે હાઇ વોલ્ટેજ ડ્રામા યોજાયો હતો.

છેલ્લા એપિસોડમાં સલમાન ખાને શહેનાઝ ગિલની ક્લાસ લીધી હતી. સલમાન દ્વારા ઠપકો સાંભળીને શાહેનાઝ રડવા લાગી હતી અને તે ચૂપ થઈ રહી નહોતી. શહેનાઝ વારંવાર તે જ બોલતી રહે છે કે તેને ઘરની બહાર જવું છે. સલમાને શહેનાઝને આ બધુ કરવાની ના કહી દીધી હતી, પરંતુ જ્યારે શાહેનાઝે સતત તેના વર્તનને વેગ આપ્યો ત્યારે સલમાને બિગ બોસનાં ઘરે પ્રવેશ કરવો પડ્યો હતો. દરમિયાન સિદ્ધાર્થ શુક્લા શહેનાઝને સમજાવવા ગયો. સિદ્ધાર્થનાં સમજાયા પછી પણ શહેનાઝે તાની વાત સાંભળી નહીં, જેના કારણે સલમાન કહે છે, છોડો સિદ્ધાર્થ આટલુ મનાવવાની જરૂર નથી.

ત્યારે શહેનાઝ સલમાનને કહે છે, મારે તમારી સાથે વાત કરવી છે તો સલમાન કહે છે, ના, ઉદ્ધતાઇની આ ઘરમાં કોઈ જગ્યા નથી. સલમાન ફરીથી કહે છે, આ 2 વર્ષની છોકરી થોડી છે… 4 લોકો શું જાણવા લાગ્યા કેટરિના કૈફ બની ગઈ છે શું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
