Inspiration/ નાનકડી અસફળતામાં અઢળક ચિંતા થાય અને એ પણ આપણી તથા આપણા પરિવારની!

આપણે રોજ સવારે “ગુડ મોર્નિંગ” અને રોજ રાત્રે “ગુડ નાઈટ” જેટલું સહજતાથી બોલીએ છીએ એટલું જ સહજતાથી “સોરી” પણ બોલીએ છીએ, પરંતુ બધું જ ઉપર ઉપરથી. આપણે ઉંડાણના બદલે સપાટી પર જીવતા થયા છીએ. એટલે નાની અમથી અસફળતામાં અઢળક ચિંતા કરીએ છીએ અને એ પણ આપણી તથા આપણા પરિવારની…!!

Lifestyle Relationships

ભાવિશ્વ : ભાવિની વસાણી

વર્તમાન સમયમાં રહી અને ભવિષ્યની અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું દરેક માટે સરળ નથી હોતું. પરંતુ ઘણા સીધા અને સરળ જણાતા લોકો આ સમયમાં ખુબ જ જ્ઞાની હોય તેવું ભાસે છે. કેટલા બધા લોકો મજૂરી કરે છે તેમના ચહેરા પર ક્યારે સ્મિત હટતું નથી…!!! ઘણી વખત ઘરમાં કામ કરવા આવતી કામવાળી બાઈ આપણા કરતાં વધારે જ્ઞાની લાગે…!!! આવા માણસ પાસે કોઇ આંતરિક શક્તિ ચોક્કસ હોય છે. કે જેનો તે અજાણતા જ આત્મબળ તરીકે ઉપયોગ કરી શકતા હોય છે. જેથી ભલભલી મુસીબતોનો તેઓ સામનો કરી શકે. જ્યારે આપણે ડરતા હોઈએ છીએ, આપણને અઢળક મળેલું છે તેને ગુમાવવાનો છૂપો ડર હોય છે.

Generalized Anxiety Disorder (GAD) - HelpGuide.org

મહત્વનો નિર્ણય / કોવીડ-૧૯ની ગાઈડલાઈનની તકેદારી સાથે રાજકોટના બાગ-બગીચા જન્માષ્ટમી પર ખુલ્લા રહેશે

આપણે અજાણતા જ ઘણી બધી ભૌતિકતાના માલિક બની બેઠા છીએ. અને આ બધી યાંત્રિક સુખ-સુવિધા એ કદાચ આપણને સંવેદનહીન બનાવી દીધા છે. હૃદયની ઋજુતા ગુમાવી દીધી છે. આપણે રોજ સવારે “ગુડ મોર્નિંગ” અને રોજ રાત્રે “ગુડ નાઈટ” જેટલું સહજતાથી બોલીએ છીએ એટલું જ સહજતાથી “સોરી” પણ બોલીએ છીએ, પરંતુ બધું જ ઉપર ઉપરથી. આપણે ઉંડાણના બદલે સપાટી પર જીવતા થયા છીએ. એટલે નાની અમથી અસફળતામાં અઢળક ચિંતા કરીએ છીએ અને એ પણ આપણી તથા આપણા પરિવારની…!!

Here are 10 ways in which people hide their anxiety

મહારાષ્ટ્ર / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

લાગણીશીલ વ્યક્તિને આપણે લાગણી ઘેલા કહીએ છીએ. પરંતુ આ લાગણી એ વસ્તુ છે કે જે દરેકની અંદર રહેલો શક્તિનો સ્ત્રોત હોય છે. એટલે જ્યારે મહા મુસીબત વખતે આપણે ઘાંઘા થઈ જઈએ છીએ ત્યારે સીધા સરળ દેખાતા લોકો સહજતાથી સામનો કરી શકતા હોય છે. ઘણી વખત આપણે દંભ અને દેખાડો કરવા માટે સેવા જરૂર કરીએ છીએ પરંતુ અન્યની વેદના આપણા માટે સમાચારથી વિશેષ હોતી નથી. જ્યારે બીજાની મુસીબત વખતે તમને નિસ્વાર્થ ભાવ અને કરુણા જાગે અને તેમના જીવનમાં પ્રકાશ પાથરવાની ઈચ્છા થાય તો સમજવું કે તમે ખરેખર નિસ્વાર્થ માનવછો અને માનવના રૂપમાં સેવક છો.

Agoraphobia: Symptoms, Causes, Diagnosis, Treatment

ગુજરાત હાઇકોર્ટ / ગુજરાત સરકારની લવજેહાદના મુદ્દે કલમ 5 પર પુન:વિચારણાની અરજી ફગાવતી હાઇકોર્ટ

આપણે જ્યારે બોલીએ કે “સંઘગચ્છત્વમ” અને “I belong to you” ત્યારે આ માત્ર વાક્યો નથી પરંતુ તમને અનુભૂતિ થવી જોઈએ. આપણે ગમે તેટલા મહાન થવાની કોશિશ કરીએ, પરંતુ અંદરથી મેળવી લેવાની વૃત્તિ હોય છે. જ્યારે કોઈ પ્રત્યે બે શબ્દો સહાનુભૂતિના વ્યક્ત કરીએ ત્યારે તે વ્યક્તિ પણ આપણને સહાનુભૂતિ વ્યક્ત કરે કે તમે પ્રેમ દર્શાવો એટલે તે પણ પ્રેમ દર્શાવે તેવી લાગણી સહજતાથી થઈ જાય છે. બોલિવૂડની જૂની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ “ચિત્રલેખા”નું મોહમ્મદ રફીના કંઠે ગવાયેલું ગીત કે જેના રચનાકાર સાહિર લુધિયાનવી છે.આવીજ પરિસ્થિતિને અનુરૂપ અભિવ્યક્ત કરતા તેના શબ્દો કંઈક આવા હતા જે અત્રે પ્રસ્તુત છે.

Understanding anxiety and mental health stigma | Psychology | The Guardian

હુમલાની દહેશત / આતંકવાદીઓ કાબુલ એરપોર્ટ પર કરી શકે છે મોટો હુમલો

मन रे तू काहे ना धीर धरे…
वो निर्मोही मोह ना जाने, जिनका मोह करे
मन रे …

इस जीवन की चढ़ती ढलती
धूप को किसने बांधा
रंग पे किसने पहरे डाले
रुप को किसने बांधा
काहे ये जतन करे
मन रे …

उतना ही उपकार समझ कोई
जितना साथ निभा दे
जनम मरण का मेल है सपना
ये सपना बिसरा दे
कोई न संग मरे
मन रे …