Lifestyle/ મલાઈદાર કેસર રબડી…વસંત પંચમીએ બનાવો…માતા સરસ્વતીને ધરાવીને આનંદપૂર્વક ગ્રહણ કરો..!

Kesar Rabri (કેસર રબડી) ની રેસિપી એ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને ધરાવીને આરોગવા માટેનો એક ઉત્તમ અને શુદ્ધ વિકલ્પ છે. આ પર્વ 23 જાન્યુઆરીએ…

Trending festival Food Lifestyle
Kesar Rabri, કેસર રબડી, વસંત પંચમી, સરસ્વતી

Lifestyle: વસંત પંચમી (Vasant Panchami)ના દિવસે જ્ઞાન, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતી (Devi Saraswati)ની પૂજા કરવામાં આવે છે. હિન્દૂ સનાતન ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ હોય છે. પ્રસાદ ધરાવવા માટે પણ મલાઈદાર કેસર રબડી (Kesar Rabri) એક ઉત્તમ અને શુદ્ધ વિકલ્પ છે.

Kesar Rabri, કેસર રબડી, વસંત પંચમી, સરસ્વતી

આ 2026 ના વર્ષમાં વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી (23 Jannuary, 2026)ના રોજ શુક્રવારે મનાવવામાં આવશે.

Kesar Rabri, કેસર રબડી, વસંત પંચમી, સરસ્વતી

આ પર્વ નિમિત્તે મા સરસ્વતીને ધરાવવા માટે બેસનના લાડુ, કેસર રબડી, ગળ્યા ભાત (Besan Laddu, Saffron Rabdi, Sweet Rice) વગેરે બનાવી શકો છો. પ્રસાદ ધરાવવા માટે પણ મલાઈદાર કેસર રબડી એક ઉત્તમ અને શુદ્ધ વિકલ્પ છે. અહિં અમે તમને મલાઇદાર કેસર રબડી બનાવવાની રેસિપી (Recipe) શૅર કરવા જઇ રહ્યાં છીએ.

શી રીતે બનાવશો મલાઇદાર કેસર રબડી (Kesar Rabri)?

મલાઇદાર કેસર રબડી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Kesar Rabri, કેસર રબડી, વસંત પંચમી, સરસ્વતી

સામગ્રી

1 લીટર ફૂલ ક્રીમ દૂધ

3-4 ચમચી કે સ્વાદાનુસાર ખાંડ

એક ચપટી કેસરના તાંતણા

1/4 નાની ચમચી ઈલાયચી પાવડર

બદામની કતરણ સજાવવા માટે

Kesar Rabri, કેસર રબડી, વસંત પંચમી, સરસ્વતી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક જાડા તળીયાવાળું વાસણ લેવું અને એમાં 1 લિટર ફુલ ક્રીમ દૂધ (Full Cream Milk) ઉકાળવા મૂકવું.

2. પહેલા ફાસ્ટ ગૅસ પર આશરે 10 મિનિટ સુધી સતત હલાવતા રહીને ઉકાળી લેવું. જ્યારે દૂધ થોડું ઘટ્ટ બને ત્યારે ગૅસ ધીમો કરીને એમાં કેસરના તાંતણા અને ખાંડ (Saffron Threads and Sugar) ઉમેરવી.

3. ખાંડ સારી રીતે મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવવું.

4. ત્યારબાદ, સ્વાદ વધારવા માટે એમાં ઇલાયચી પાવડર અને બદામની કતરણ ઉમેરવી. આ તમામ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવી.

5. હવે આ મલાઇદાર કેસર રબડીને ઠંડી થવા દેવી. એને તમે કેસરના તાંતણા અને બદામ (Almonds)ની કતરણથી સજાવી શકો છો.

તો તૈયાર છે તમારી ઘટ્ટ મલાઈદાર કેસર રબડી…એને ભાવથી સરસ્વતી માતાને ધરાવો અને પછી આનંદપૂર્વક આરોગો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!

આ પણ વાંચો: મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…

આ પણ વાંચો: તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!