Chhatisgadh/ કોલસો બન્યો કાળ ! સ્ટીલ પ્લાન્ટમાં ભઠ્ઠી ફાટતા 7 શ્રમિકો પળવારમાં રાખ

Chhattisgarhના બલૌદા બજારમાં રિયલ સ્ટીલ પ્લાન્ટની કોલસા ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા 7 શ્રમિકોના મોત થયા છે. જાણો કેવી રીતે બની આ ભયાનક ઘટના.

Top Stories NATIONAL India
Chhattisgarh

Chhattisgarh Real Steel Plant Blast: છત્તીસગઢના બલૌદા બજાર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં બકુલાહી સ્થિત ‘રિયલ સ્ટીલ પ્લાન્ટ’માં ગુરુવારે બપોરે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. પ્લાન્ટની ડીએસસી (DSC) કોલસા ભઠ્ઠીમાં થયેલા આ બ્લાસ્ટમાં 7 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે શ્રમિકોને બચવાની તક પણ ન મળી અને તેઓ ગરમ કોલસાની ચપેટમાં આવી ગયા હતા.

Chhattisgarh: સફાઈ કામ દરમિયાન સર્જાયો કાળ

મળતી માહિતી મુજબ, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે શ્રમિકો કોલસાની ભઠ્ઠીની આસપાસ સફાઈનું કામ કરી રહ્યા હતા. અચાનક ભઠ્ઠીમાં જોરદાર ધડાકો થયો અને ધગધગતો કોલસો શ્રમિકો પર પડ્યો હતો. ગરમ કોલસાથી દાઝી જવાને કારણે 7 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અન્ય કેટલાક શ્રમિકો પણ ગંભીર રીતે દાઝ્યા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Chhattisgarh

Chhattisgarh: યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા અને બિલ્ડિંગની દીવાલો કાળી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આખો પ્લાન્ટ પરિસર રાખ અને બળેલા કોલસાથી ભરાઈ ગયો છે.

Chhattisgarh: મેનેજમેન્ટની શંકાસ્પદ ચુપકીદી

આટલી મોટી હોનારત સર્જાયા છતાં પ્લાન્ટ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સુરક્ષાના નિયમોની ગંભીર બેદરકારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને ઘટનાની સત્યતા જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં મોતને માત: 3 મિનિટ બંધ રહેલું હૃદય CPRથી ફરી ધબક્યું, વૃદ્ધને મળ્યું નવજીવન

આ પણ વાંચો: વલસાડના પારડી નજીક સ્કૂલ બસ અકસ્માત, 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજા

આ પણ વાંચો: વલસાડ-વેલાંકન્નિ સ્પેશિયલ ટ્રેન શરૂ: ગુજરાતથી તમિલનાડુની સીધી મુસાફરી