સુરત/ ગુહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની કરાઇ હત્યા, કારણ જાણી તમે પણ ચોંકી જશો

સુરતમાં રાજ્યના ગુહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.  અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકા લીફ્ટમાં…

Top Stories Gujarat Surat
ગુહમંત્રી
  • સુરત: ગુહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા
  • શહેરના રાંદેર વિસ્તારની ઘટના આવી સામે
  • લિફ્ટમાં નીચે જવા મામલે માર મરાયો હતો
  • મહેશભાઈ કાંતિલાલ સંઘવીની હત્યા
  • સારવાર દરમ્યાન થયું મોત
  • હત્યાના બનાવને પોલીસ ઘટના સ્થળે

સુરતમાં ગીનાખોરીની એક પછી એક ઘટના સામે આવી રહી છે. સામાન્ય બાબતે ડાયમંડ નગરીમાં લોકો હત્યા કરવા પર ઉતારી આવે છે. ત્યારે આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં રાજ્યના ગુહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.  અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકા લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા સાથે ઝઘડો થતા મોંઢા પર ફેંટ મારી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો :લતા મંગેશકરના નિધન પર કથાકાર મોરારીબાપુએ કહ્યું – એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે…

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ પાટીયા સ્થિત રત્નપ્રભા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ગત રાત્રે રહેણાંક એપાર્ટમેન્ટની લીફ્ટમાં જઇ રહ્યા હતા. તેમની સાથે લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા પણ હતા અને તેમની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં પડોશી બોની કમલેશ મહેતા વૃધ્ધ મહેશભાઇને મોંઢા પર ફેંટ મારી દેતા નાકની નસકોરી ફૂટી જતા તેમને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા બાદ તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે રાંદેર પીઆઇ પી.એલ. ચૌધરી, એસીબી ઝેડ.આર. દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મૃતક મહેશ સંઘવીના દીકરા પ્રિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે મહેશભાઈ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હાલ નિવૃત્તિનું જીવન ગાળી રહ્યા હતા. ઘટના શનિવાર સાંજની છે. સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત, ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા.

છેલ્લે મળતી માહિતી મુજબ, 64 વર્ષીય મહેશભાઈ સંઘવીની હત્યા થયાની માહિતી મળતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લતા મંગેશકરના નિધન પર ટ્વીટ કરી કયું આવું…., CR પાટિલે વ્યક્ત કર્યો શોક

આ પણ વાંચો :પંચમહાલના વેજલપુરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ, ફૂલેકે ચઢેલા વરરાજાએ ચલાવી ગોળીઓ

આ પણ વાંચો :હરણી રોડ પર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક બની પહોંચી પોલીસ

આ પણ વાંચો :  નર્મદા કેનાલમાં પાણીની માંગ સાથે આ ગામોએ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચીમકી