Covid-19/ દેશમાં કોરોનાનાં કેસનો આંક દોઢ લાખથી નીચે આવ્યો, ડેલી પોઝિટિવિટી રેટ 9.27 %

આજે દુનિયાનાં અલગ-અલગ દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ભારત માટે એક સારો સંકેત છે.

Top Stories India
11 37 દેશમાં કોરોનાનાં કેસનો આંક દોઢ લાખથી નીચે આવ્યો, ડેલી પોઝિટિવિટી રેટ 9.27 %

આજે દુનિયાનાં અલગ-અલગ દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ભારત માટે એક સારો સંકેત છે.

આ પણ વાંચો – Terrorist Attack / પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, બલૂચિસ્તાનમાં સશસ્ત્ર હુમલાખોરોના હુમલામાં એક જવાન શહીદ 

આપને જણાવી દઇએ કે, કેન્દ્રિય આરોગ્ય વિભાગનાં મતે આજે એટલે કે શુક્રવારે કોરોનાનાં કેસમાં ગઇ કાલની સરખામણીએ સામાન્ય વધારો નોંધાયો છે. આજે દેશમાં કોરોનાનાં 1.49 લાખ કેસ નોંધાયા છે. વળી આ સમયગાળા દરમિયાન 1072 લોકોનાં મોત થયા છે. આજે ભારતમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1,49,394 નવા કેસ નોંધાયા છે. વળી, દૈનિક સંક્રમણ દર પણ 10 ટકાથી નીચે 9.27 ટકા નોંધાયો છે. આ સિવાય દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15 લાખથી પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં ભારતમાં 14,35,569 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,46,674 કોરોના દર્દીઓ સાજા થયા છે, ત્યારબાદ સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,00,17,088 થઈ ગઈ છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 95.39 ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,19,52,712 લોકો સંક્રમિત થયા છે. વળી, ભારતમાં કોવિડથી મૃત્યુઆંક પાંચ લાખને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં કુલ 5,00,055 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1,072 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – દુર્ઘટના / પુણેમાં નવનિર્માણ ઇમારત ધરાશાયી થતાં 7 મજૂરોના મોત 3ની હાલત ગંભીર,PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

વળી, દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે કોરોના રસીનાં 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં રસીનાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 ડોઝ આપવામાં આવ્યા છે.