PSL 2022/ શાહિદ આફ્રિદીની ઓવરમાં બેટ્સમેનોએ ફટકાર્યા 8 છક્કા, PSL નાં ઈતિહાસમાં કોઇ બોલરે નથી આપ્યા આટલા રન

પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદી હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમી રહ્યો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડ સામેની મેચમાં, આફ્રિદીએ તેની ચાર ઓવરનાં ક્વોટામાં 67 રન આપ્યા હતા, જે PSLનાં ઈતિહાસમાં કોઈપણ બોલર દ્વારા મેચમાં આપવામાં આવેલા સૌથી વધુ રન છે.

Sports
11 36 શાહિદ આફ્રિદીની ઓવરમાં બેટ્સમેનોએ ફટકાર્યા 8 છક્કા, PSL નાં ઈતિહાસમાં કોઇ બોલરે નથી આપ્યા આટલા રન

પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદી હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમી રહ્યો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડ સામેની મેચમાં, આફ્રિદીએ તેની ચાર ઓવરનાં ક્વોટામાં 67 રન આપ્યા હતા, જે PSLનાં ઈતિહાસમાં કોઈપણ બોલર દ્વારા મેચમાં આપવામાં આવેલા સૌથી વધુ રન છે.

આ પણ વાંચો – U19 World Cup / પાકિસ્તાની કેપ્ટને રચ્યો ઈતિહાસ, જે દિગ્ગજ ખેલાડીઓ ન કરી શક્યા તે કરી બતાવ્યું

આ રીતે આ અનિચ્છનીય રેકોર્ડ આફ્રિદીનાં નામે નોંધાયો હતો. કોલિન મુનરો અને પછી આઝમ ખાને આફ્રિદીનાં બોલમાં છ છક્કા ફટકાર્યા હતા. આ બંનેએ મળીને આફ્રિદીની ચાર ઓવરમાં કુલ આઠ સિક્સર ફટકારી હતી. જો કે આઝમ ખાનની વિકેટ આફ્રિદીનાં ખાતામાં ગઈ હતી, પરંતુ તે પહેલા તેણે એવી તાબડતોડ બેટિંગ કરી અને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. આઝમ ખાને 35 બોલમાં 65 રન બનાવ્યા હતા જ્યારે મુનરોએ 39 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઇસ્લામાબાદ યુનાઇટેડે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવ્યા હતા. આઝમ અને મુનરો સિવાય પોલ સ્ટર્લિંગે 58 રનનું યોગદાન આપ્યું હતું. જો કે ક્વેટા ગ્લેડીયેટર્સનાં લગભગ દરેક બોલરનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ, પરંતુ આફ્રિદીને તેની બોલિંગમાં જે ફટકા પડ્યા તેવા અન્ય કોઇ બોલરને પડ્યા નહોતા.

આ પણ વાંચો – Ranji Trophy 2022 / અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા પાસે ટીમ ઈન્ડિયામાં વાપસીની તક, અહીં કરવું પડશે સારું પ્રદર્શન

આફ્રિદી સિવાય, બાકીનાં બોલરોએ 12 કરતા ઓછા ઇકોનોમી રેટથી રન ખર્ચ્યા હતા, જ્યારે આફ્રિદીએ 16.75 નાં ઇકોનોમી રેટથી રન સ્વીકાર્યા હતા. ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 19.3 ઓવરમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિદી માટે આ મેચ કોઈ ખરાબ સપનાથી ઓછુ ન હોતુ, બોલિંગમાં ફટકા માર્યા બાદ તે બેટિંગ કરતી વખતે આઠ બોલમાં ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો.