ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોલંબોમાં શ્રીલંકા સામે બીજી ટી20 મેચ પૂર્વે જ કૃણાલને કોરોના સંક્રમણ હોવાનું જણાતા હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ બુધવારે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ ટી20 મેચની શ્રેણીમાં પ્રવાસી ભારતીય ટીમ 1-0ની સરસાઈ ધરાવે છે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, એક ભારતીય ક્રિકેટર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આઠ જેટલા ખેલાડીઓ તેની સાથે સંપર્કમાં હતા. હવે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બધા આઈસોલેશનમાં છે.
આ પણ વાંચો :બોક્સિંગના કવાટર ફાઇનલમાં પહોંચી લવલિના, ભારતને વધુ એક ચંદ્રકની આશા
સૂત્રોના મતે કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા ભારતના આઠ જેટલા ખેલાડીઓને આઈસોલેટ કરવાની ફરજ પડી છે. જે બે ખલાડીઓના નામ સામે આવ્યા છે તેમાં પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ હોવાનું જણાયું છે. આ બન્નેના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે તો પૃથ્વી અને યાદવ ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં જઈ શકે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના પ્લેયર શુભમન ગીલ, આવેશ ખાન તેમજ વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થયા હોવાથી બન્ને ખેલાડીઓને શ્રીલંકાથી ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લેવાયો હતો.
પ્રવર્તમાન કોરોનાકાળમાં શ્રીલંકા અને ભારતની ટીમો બાયોબબલનું પાલન કરે છે તેમ છતા કેટલાક ખેલાડીઓ અને સ્ટાફ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અગાઉ યુકેથી પરત ફરેલી શ્રીલંકન ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જી ટી નિરોશનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી ભારત સામેની વન-ડ સીરિઝ પાછળ ઠેલવવી પડી હતી.
આ પણ વાંચો :વિજય પછી ખેલાડીઓ શા માટે ચંદ્રકને દાંત વચ્ચે દબાવે છે?,મેડલમાં કેટલું ગોલ્ડ હોય છે?
ભારત અને શ્રીલંકા શ્રેણીની વાત કરીએ તો આજે બંને ટીમો વચ્ચે બીજી ટી-20 મુકાબલો થવાનો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સાંજે સાત વાગ્યે ટોસ થવાનો હતો જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી. જો કે, હવે કૃણાલ પંડ્યાને કોરોના થતાં આજની મેચ સ્થગિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સીરિઝનો છેલ્લો ટી-20 મુકાબલો 29 જુલાઈના રોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં, 22 જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ કોરોના વાયરસને કારણે સ્થગિત કરવી પડી હતી. બીજી વનડે મેચમાં ટોસ પછી તરત જ કોરોના કેસ મળતાની સાથે જ બંને ટીમોના કેમ્પમાં હંગામો મચી ગયો હતો. મેચને રદ કરવાની જાહેરાત પ્રથમ બોલ ફેંકવાના કેટલાક મિનિટ પહેલા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :હોકીમાં ટીમ ઈન્ડિયાની બલ્લે-બલ્લે, સ્પેનને આપી 3-0 થી માત