#TokyoOlympic2021/ ભારતે બેડમિંટન અને તીરંદાજીમાં મેળવી જીત, મહિલા હોકીમાં દેશને મળી નિરાશા

28 જુલાઈનાં રોજ ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોની તીરંદાજી (1/32 એલિમિનેશન) માં, તરુણદીપ રોય યુક્રેનનાં ઓલેકસી હૂનબીન સામે 6-4થી જીત મેળવીને આવતા રાઉન્ડમાં આગળ વધ્યા છે.

Top Stories Sports
11 561 ભારતે બેડમિંટન અને તીરંદાજીમાં મેળવી જીત, મહિલા હોકીમાં દેશને મળી નિરાશા

28 જુલાઈનાં રોજ ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોની તીરંદાજી (1/32 એલિમિનેશન) માં, તરુણદીપ રોય યુક્રેનનાં ઓલેકસી હૂનબીન સામે 6-4થી જીત મેળવીને આવતા રાઉન્ડમાં આગળ વધ્યા છે. જ્યારે મહિલા હોકીમાં ભારતને નિરાશા મળી છે. આ મેચમાં બ્રિટનનાં હાથે ભારતને 1-4થી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને અત્યાર સુધીમાં સિલ્વર મેડલ મળ્યો છે, જે 49 કિલોગ્રામ કેટેગરીમાં મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ દ્વારા જીતવામાં આવ્યો છે. અત્યારે દેશને પીવી સિંધુ, દીપિકા કુમારી અને મેરી કોમ પાસેથી પણ આશા છે.

આ પણ વાંચો – IND vs SL / ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ

આજે ટોક્યો ઓલિમ્પિક્સનો છઠ્ઠો દિવસ છે. ભારતીય મહિલા હોકી ટીમે ફરી એકવાર નિરાશ કર્યા છે. બ્રિટને તેને 4-1થી હરાવ્યું છે. જ્યારે પુરુષોની તીરંદાજીમાં ભારતને જીત મળી છે. ભારતનાં પુરુષોની તીરંદાજી (1/32 એલિમિનેશન) માં, તરુણદીપ રોય યુક્રેનનાં ઓલેકસી હૂનબીન સામે 6-4થી જીત મેળવીને આવતા રાઉન્ડમાં આગળ વધ્યા છે. બુધવારે ભારતની પહેલી મેચ મહિલા હોકી ટીમની હતી. જેમા ભારતને આજેે નિરાશા જ હાથ લાગી છે. જેમા બ્રિટને બારતને 1-4 થથી કારમી હાર આપી છે. વળી, ટોક્યો ઓલિમ્પિક્સમાં બેડમિંટનની ભારતની આશા હવે પીવી સિંધુ પર ટકી હતી. કારણ કે એસ. રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સેમિફાઇનલમાં સ્થાન ગુમાવ્યું છે, જ્યારે સાંઇ પ્રણીતે પુરુષ સિંગલ્સનાં નોકઆઉટ તબક્કે પહોંચવાની તક ગુમાવી છે.

આ પણ વાંચો – કટ્ટરપંથી / પાકિસ્તાનમાં હિન્દુ યુવકને માર માર્યા બાદ જબરદસ્તી અલ્લાહ હુ અકબર બોલાવડાવ્યું

આવી સ્થિતિમાં હવે તમામ આશા સિંધુ પર હતી. જેમા પીવી સિંધુ સફળ રહી છે. ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં હોંગકોંગની નગયાન યી ચિંયુંગને 21-9, 21-16થી હરાવી છે. આપને જણાવી દઈએ કે આજે ટોક્યો ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ છે.