Cricket/ એવુ તે શું થયુ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માંગી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની માફી?

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યા બાદ પ્રથમ વખત મૌન તોડ્યું છે. તેમણે પોતાની ટીમનો પ્રવાસ રદ કરવા પર હવે માફી માંગી છે.

Sports
1 387 એવુ તે શું થયુ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માંગી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની માફી?

ઈંગ્લેન્ડે તાજેતરમાં જ સુરક્ષા કારણોને ટાંકીને તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. ઈંગ્લેન્ડની પુરુષ અને મહિલા ટીમો મર્યાદિત ઓવરોની સીરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની હતી, પરંતુ ન્યુઝીલેન્ડે અંતિમ ઘડીએ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કર્યાનાં થોડા દિવસો બાદ ઈંગ્લેન્ડે પણ પોતાની ટીમો પાકિસ્તાનમાં ન મોકલવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો – Cricket / હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યુ- મને હાર્ટ એટેક નથી આવ્યો

ઈંગ્લેન્ડનાં આ નિર્ણયની પાકિસ્તાનમાં વ્યાપક ટીકા થઈ હતી. દરમિયાન, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પોતાનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યા બાદ પ્રથમ વખત મૌન તોડ્યું છે. ECB નાં ચેરમેન ઇયાન વોટમોરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની પુરૂષ અને મહિલા ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ કરવા બદલ માફી માંગી છે. ઈંગ્લિશ બોર્ડે એ પણ ખાતરી આપી છે કે બોર્ડ આગામી વર્ષે ત્રણ ટેસ્ટ અને પાંચ વનડેની સીરીઝ માટે પ્રવાસ કરશે. વોટમોરે ધ ટેલિગ્રાફને કહ્યું કે, ‘ખાસ કરીને પાકિસ્તાનમાં અમારા નિર્ણયથી દુઃખી કે નિરાશ થયેલા લોકો માટે હું દિલગીર છું. બોર્ડ દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તેણે તેના ખેલાડીઓ અને સ્ટાફની સલામતી અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. વોટમોરે સ્વીકાર્યું કે બોર્ડે નિર્ણય લેતા પહેલા ખેલાડીઓની સલાહ લીધી ન હોતી.

આ પણ વાંચો –Cricket / પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક Bad News, વસીમ ખાને PCB નાં CEO પદેથી આપ્યું રાજીનામું

તેમણે કહ્યું, “બોર્ડે તેના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો હતો. જો અમે પ્રવાસ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હોત, તો અમારે ખેલાડીઓને પ્રસ્તાવ રાખવો પડતો, પરંતુ આ મુદ્દો ત્યાં સુધી પહોંચ્યો નહીં. અમે એક યોગ્ય પ્રવાસની ભલામણ કરી છે. આવતા વર્ષે પાકિસ્તાનનો નિર્ધારિત પ્રવાસની યોજના સાથે અમે આગળ વધીશું. અમે તે પ્રવાસનું આયોજન કરવા માટે વધુ સમય લઈશું. ઈંગ્લેન્ડ 2005-06 બાદ પ્રથમ વખત પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું હતુ. ઈંગ્લેન્ડની પુરુષ ટીમ પાકિસ્તાન પ્રવાસ પર બે T20 મેચ રમવાની હતી, જ્યારે મહિલા ટીમ બે T20 અને ત્રણ વનડે રમવાની હતી. આ પહેલા ન્યુઝીલેન્ડે પણ સુરક્ષાનાં કારણો દર્શાવીને પ્રથમ વનડે પહેલા પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને પ્રવાસ રદ કર્યો હતો.