Asia Cup/ બાંગ્લાદેશ સામેની મેચમાં આ યુવા ખેલાડીને ભારતીય ટીમમાં તક મળી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં પાંચ ફેરફાર કર્યા છે.

Trending Sports
Mantavyanews 3 બાંગ્લાદેશ સામેની મેચમાં આ યુવા ખેલાડીને ભારતીય ટીમમાં તક મળી

ભારતે એશિયા કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેમણે શુક્રવારે બાંગ્લાદેશ સામે સુપર-4ની છેલ્લી મેચ રમવાની છે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે આવી રહી છે. આ મેચમાં એવી આશા હતી કે રોહિત શર્મા એવા ખેલાડીઓને તક આપી શકે છે જેઓ હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં રમ્યા નથી. ભારતીય ટીમે આ મેચમાં યુવા ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી છે. આ ખેલાડી છે તિલક વર્મા. ડાબોડી બેટ્સમેન તિલક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે અને ત્યાંથી તેણે પોતાની રમતથી પ્રભાવિત કર્યા હતાં.

તિલકે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટી20 ડેબ્યૂ કર્યું હતું અને તેની રમતથી પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ તે આયર્લેન્ડના પ્રવાસે પણ ગયો હતો. ત્યાર બાદ તેની એશિયા કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. હવે તે વનડેમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં પાંચ ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહને ફાઈનલ પહેલા આરામ આપવામાં આવ્યો છે. તિલક ઉપરાંત સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ, શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ-11માં તક મળી છે. આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર, તિલક અને શાર્દુલ પ્રથમ વખત રમી રહ્યા છે.

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન બાદ હવે ઉદયનિધિ સ્ટાલિને “હિન્દી” પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

આ પણ વાંચો: Attacke/ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષીત નથી…!

આ પણ વાંચો: PM મોદીનો બિગ ફેન/ સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ