Not Set/ ICC World Cup 2019 : રોહિત શર્મા પાસે વિશ્વકપનો આ રેકોર્ડ તોડવાની છે ઉત્તમ તક

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર રોહિત શર્મા આ આઈસીસી વિશ્વકપમાં ધમાકેદાર ફોર્મમાં નજર આવી રહી છે. ટૂર્નામેન્ટમાં 5 સદી કરીને પહેલા જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. હવે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઈનલમાં જો તેમનું બેટ ચાલશે તો અત્યાર સુધીનો સૌથી મોટા બેટિંગ રેકોર્ડ પણ રોહિત શર્માનાં નામે જ રહેશે. ICC Cricket World Cup 2019 […]

Top Stories Sports
rohit sharma 432 reuters ICC World Cup 2019 : રોહિત શર્મા પાસે વિશ્વકપનો આ રેકોર્ડ તોડવાની છે ઉત્તમ તક

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર રોહિત શર્મા આ આઈસીસી વિશ્વકપમાં ધમાકેદાર ફોર્મમાં નજર આવી રહી છે. ટૂર્નામેન્ટમાં 5 સદી કરીને પહેલા જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. હવે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઈનલમાં જો તેમનું બેટ ચાલશે તો અત્યાર સુધીનો સૌથી મોટા બેટિંગ રેકોર્ડ પણ રોહિત શર્માનાં નામે જ રહેશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ભારતીય ટીમએ શ્રીલંકાની વિરુદ્ધ અંતિમ ગ્રુપ મેચમાં શાનદાર જીત અર્જિત કરતા સેમીફાઇનલમાં ડગલુ ભર્યુ છે. ટીમની આ જીત માટે ઓપનર રોહિતની સદીએ ખાસ ભૂમિકા ભજવી હતી. 8 ગ્રુપ મુકાબલા રમી ટીમ ઈંન્ડિયાએ કુલ 7 મેચમાં જીત મેળવી છે જેમા રોહિતનાં બેટથી 5 સદી પણ નિકળી છે.

rohit sharma12 ICC World Cup 2019 : રોહિત શર્મા પાસે વિશ્વકપનો આ રેકોર્ડ તોડવાની છે ઉત્તમ તક

વિશ્વકપમાં રોહિતની શાનદાર બેટિંગ

વિશ્વકપ 2019માં અત્યાર સુધી રોહિત શર્માનાં બેટથી 8 ઈનિગ્સમાં 647 રન નિકળ્યા છે. જેમા તેણે 5 સદી અને એક અર્ધસદી ફટકારી છે. આ દરમિયાન તેમનો શ્રેષ્ઠ સ્કોર 140 રન રહ્યો હતો. રોહિતએ ધમાકેદાક બેટિંગ કરતા અત્યાર સુધી કુલ 92.42ની એવરેજથી રન બનાવ્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી ટોપ પર છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

સચિનનો રેકોર્ડ તોડી શકે છે રોહિત

કોઇ પણ એક વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવવાનો કિર્તિમાન પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેડુંલકરનાં નામે છે. તેમણે આ કારનામો વર્ષ 2003માં રમાઇ ગયેલા વિશ્વકપમાં કર્યો હતો. જ્યા 11 ઈનિગ્સમાં તેમણે કુલ 673 રન બનાવ્યા હતા. રોહિતની પાસે સચિનનો આ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. આપને જણાવી દઇએ કે, સચિનનાં આ રેકોર્ડને તોડવા માટે રોહિતને માત્ર 27 રનની જ જરૂર છે. જોવાનું રહેશે કે રોહિત શર્મા આ રેકોર્ડને તોડવામાં સફળ રહે છે કે નહી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.