Cricket/ શરમજનક હાર બાદ ટીમમાં થઈ શકે છે મોટા ફેરફાર!

બેટિંગની વાત કરવામાં આવે તો ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. કોઈપણ રીતે ઈશાન કિશન ઈન-ફોર્મ બેટ્સમેન છે. આ સાથે જ રાહુલ ત્રિપાઠીને પણ પ્લેઈંગ 11માં જગ્યા…

Trending Sports
Team India Playing 11

Team India Playing 11: ન્યુઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં ત્રણ વનડે અને બે ટેસ્ટ સિરીઝ રમવાની છે. ગઈ કાલે શ્રેણીની પ્રથમ વનડે રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે બાંગ્લાદેશ સામે 187 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. અને બાંગ્લાદેશે 9 વિકેટ ગુમાવીને તે હાંસલ કરી લીધું હતું. આ વનડે સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓની વાપસી થઈ છે. જેને T20 વર્લ્ડ કપ 2022 બાદ આરામ આપવામાં આવ્યો હતો. બીજી મેચ 7મીએ છે અને આશા છે કે આ હાર બાદ પ્લેઈંગ 11માં મોટો ફેરફાર થઈ શકે છે.

બેટિંગની વાત કરવામાં આવે તો ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. કોઈપણ રીતે ઈશાન કિશન ઈન-ફોર્મ બેટ્સમેન છે. આ સાથે જ રાહુલ ત્રિપાઠીને પણ પ્લેઈંગ 11માં જગ્યા મળી શકે છે. આવતીકાલની મેચની વાત કરીએ તો રોહિત 27, કોહલી 9, ધવન માત્ર 7 રન બનાવી શક્યા હતા. તો અય્યર માત્ર 24 રનનું યોગદાન આપી શક્યો હતો. જોકે કેએલ રાહુલે 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તેમ છતાં ટીમ મેચ જીતી શકી ન હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (C), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન

ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (C), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કુલદીપ સેન, શાહબાઝ અહેમદ

આ પણ વાંચો: Bhart Jodo Yatra/ ભારત જોડો યાત્રા લઈને રાહુલ ગાંધી પહોંચ્યા રાજસ્થાન, અશોક ગેહલોત અને સચિન