વડોદરા/ PM મોદીને આવકારવા તંત્ર સજ્જ, 100 કિમીના વાવાઝોડા સામે પણ ટકી રહે તેવા જર્મન ડોમ કરાયા તૈયાર

વડોદરા ખાતે 100 કિમી વાવાઝોડા સામે ટકી રહે તેવા જર્મન ડોમ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે ઊભા કરવામાં આવશે. નોધનીય છે કે, 18 જૂને ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. 

Top Stories Gujarat Vadodara
varsad 1 PM મોદીને આવકારવા તંત્ર સજ્જ, 100 કિમીના વાવાઝોડા સામે પણ ટકી રહે તેવા જર્મન ડોમ કરાયા તૈયાર

રાજયમાં આગામી વિધાસભાની ચૂંટણીની તસમાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ-ભાજપ અને આપ સહિતના નેતાઓ ગુજરાતમાં વારાફરતી રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે. ત્યારે ફરી એકવાર દેશના વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. અને તેમના સ્વાગત માટે વડોદરા ખાતે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

વડોદરાના લેપ્રસી મેદાનમાં વડાપ્રધાનને આવકારવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં વરસાદને ધ્યાનમાં રાખી તે અનુસાર ડોમની વયવસ્થા કરવામાં આવી છે. 100 કિમી વાવાઝોડા સામે ટકી રહે તેવા જર્મન ડોમ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે ઊભા કરવામાં આવશે. નોધનીય છે કે, 18 જૂને ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે.

નોધનીય છે કે, આગામી 18મીએ વડોદરા એરપોર્ટથી રોડ શો યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને સંબોધશે. જેના માટે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. અને સભા દરમિયાન જો વર્સ્દ જે ભારે પવન ફૂંકાય છતાય ઊભા કરેલા  ડોમ અડીખમ ઊભા રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિષ્ણાતો મુજબ આ દિવસે ગાજવીજ સાથે ભારે વરસાદની શકયતા વિકટ કરવામાં આવી છે. આ ડોમ વોટર અને વિંડ પ્રુફ હશે. સભા સમયે ધોધમાર વરસાદ પડે તો પાણીના નિકાલ માટે ટેમ્પરરી કાંસ તૈયાર કરાઇ રહી છે.

આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડમાં 210798 સ્કવેર ફૂટમાં સભા માટે સ્ટેજ અને 7 ડોમ ઉભા કરવામાં આવશે. એક ડોમમાં 80 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જર્મન ડોમની વિશેષતા
જર્મન બનાવટનો ડોમ તેના મજબૂત ફાઉન્ડેશનના કારણે જાણીતો છે. ફાઉન્ડેશનમાં ડોમને જકડી રાખવા માટે બોલ્ટ લગાવાય છે. એક ડોમ માં 80 હજાર લોકો બેસી શકશે

7 ડોમ ઊભા કરાયા છે. 

550 મીટર લંબાઈ
270 મીટર પહોળાઈ
6 મીટરની ઉંચાઈ
3500 લાઈટ
3500 પંખા
300 કુલર
80 ટન AC
100 LED સ્ક્રીન

​​​​​​​18મીએ વડાપ્રધાન પ્રથમ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ વડોદરામાં રોડ શો યોજશે. લેપ્રેસી મેદાન ખાતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ નારી શક્તિ સંમેલન યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી મહિલાઓ સાથે વડાપ્રધાન સંવાદ પણ કરશે.