Diyodar/ 3 પોલીસ કર્મી સામે ફરિયાદ, ખંડણી માંગ્યાનો આક્ષેપ

દિયોદરના એક ખેડૂતે અમદાવાદ ત્રણ પોલીસ કર્મી સામે પોલીસ મથકમાં ખંડણી માંગવાની ફરીયાદ નોધાવી છે. દિયોદરના જાલોઢા ગામના ખેડૂતે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે

Gujarat Others
haji mirja 2 3 પોલીસ કર્મી સામે ફરિયાદ, ખંડણી માંગ્યાનો આક્ષેપ

દિયોદરના એક ખેડૂતે અમદાવાદ ત્રણ પોલીસ કર્મી સામે પોલીસ મથકમાં ખંડણી માંગવાની ફરીયાદ નોધાવી છે. દિયોદરના જાલોઢા ગામના ખેડૂતે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. ફરિયાદી ખેડૂત અને તેના સંબંધીને અમદાવાદ બોલાવી ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર ત્રણેય પોલીસ કર્મચારીઓએ બંધક બનાવી ઢોર માર મારી ફેંકી દેવાની ધમકી આપી હતી. અને પછી એક કરોડની ખંડણી માંગી હતી. બાદમાં ફરિયાદીના પિતાએ સુરતથી 10 લાખ અને દિયોદર આંગડિયા પેઢી દ્ધારા પાંચ લાખ રૂપિયા આપી બંન્નેને છોડાવ્યા હતા. દિયોદર કોર્ટે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધવા હુકમ કરતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.