Vadodara News: વડોદરાના ડભોઈ તથા જામનગરની આંગણવાડીમાં ભૂલકાંઓને પરાણે નમાજ પઢાવાઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવાના બહાને વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢવાનું જણાવ્ હતું, ઘટનાનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે. નમાજ પઢવા મામલે મહંત જ્યોતિર્નાથે કરનાળીને સનાતનની પવિત્ર ભૂમિ ગણાવી છે.
આ મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન સામે આવ્યું છે. મહંતે કહ્યું કે પ્રજા સનાતન સાથે જોડાયેલી હોય ત્યાં આવું ન થવું જોઈએ. ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. CM તેમજ શિક્ષણમંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ તેમજ તંત્ર કડક કાર્યવાહી કરે એવી માગ પણ તેમને કરી છે.
ગુજરાતની શાળાઓમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. ત્યારે અભ્યાસક્રમમાં ઈદના પાઠ ન હોવા છતાં ઈદની ઉજવણીના પાઠ ભણાવવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વડોદરાના ડભોઈ તથા જામનગરની આંગણવાડીમાં બાળકોને ન માત્ર નમાજ પઢાવાઈ, પરંતુ અલ્લાહો અકબરના પણ નારા લગાવાયા. વડોદરા પાસે કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા હતા. અભ્યાસક્રમમાં ન હોવા છતાં અહીંના સંચાલકો દ્વારા ભુલકાઓને ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
હિંદુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવા તેમજ ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો. ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે.
આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત
આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત
