ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટીલે વધુ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગપ્ટીલે ઈંગ્લેંડની કાઉન્ટી ક્રિકેટમાં વારસેસ્ટરશર તરફથી તુફાની ઇનિંગ્સ રમતા ટી-૨૦ની ચોથી સૌથી ફાસ્ટ સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો છે.
નોર્થહૈમ્પટનશર સામેના મુકાબલામાં માર્ટિને માત્ર ૩૮ બોલમાં ૧૦૨ રન બનાવીને પોતાની ટીમને ૧૩.૧ ઓવરમાં જ મેચ વિજય અપાવ્યો હતો. કિવી ઓપનરે ૧૦૨ રનની ઇનિંગ્સમાં ૧૨ ચોક્કા અને ૭ સિક્સર ફટકારી હતી.
માર્ટિન ગપ્ટીલ પહેલા ક્રીસ ગેલ, ઋષભ પંત અને એન્ડ્ર્ય સાઈમન્ડ સૌથી ઝડપી સદી ફટકારી ચુક્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રાંટા માત્ર ૩૦ બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં ગેલે પુણે વોરિયર્સની ટીમ સામે ૧૭૫ રન બનાવ્યા હતા. આ સાથે જ ક્રિસ ગેલે ટી-૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.
ક્રિસ ગેલ બાદ બીજા ક્રમે ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ડોમેસ્ટિક સિઝનમાં ૩૨ બોલમાં સદી ફટકારી હતી.
આ પહેલા નોર્થહૈમ્પટનશરની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાન પર ૧૮૭ રન બનાવ્યા હતા. ૧૮૮ રનના જવાબમાં માર્ટિને આ ટાર્ગેટને આસાન બનાવી દીધું હતું અને ટીમને ૪૧ બોલ બાકી હતા એ પહેલા જ ૯ વિકેટથી જીત અપાવી હતી. ગપ્ટીલ ઉપરાંત આ મેચમાં જેએમ કલાર્કે પણ કલાર્કે ૬૧ રન બનાવ્યા હતા.
