Lifestyle: જમ્યા બાદ વારંવાર ઓડકાર આવવાની અને પેટ ફૂલવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. કેટલીક વાર આની પાછળ રોજીંદી ખાણી-પીણીની આદતો (Diet Habits) જવાબદાર હોય છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, જો તમને પણ જમ્યા બાદ વારંવાર ઓડકાર આવવાની અને પેટ ફૂલવાની અર્થાત્ બ્લોટિંગની સમસ્યા રહેતી હોય તો પોતાના ડાયેટ અને આહાર (Food) પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ.
નબળા પાચનતંત્રના છે આ સંકેતો
આયુર્વેદ તબીબોના મતે, વારંવાર ગૅસ થવો, પેટ ફૂલી જવું અને ઓડકાર આવવા (Problems with belching and bloating) એ કોઈ સામાન્ય બાબત નથી…પણ એના કારણો આપણી ખાણી-પીણીની ટેવો (Diet Habits) સાથે જોડાયેલા હોઈ શકે છે. આયુર્વેદ (Ayurveda)માં આ સમસ્યાને નબળા જઠરાગ્નિ (Weak Digestion)નો સંકેત માનવામાં આવે છે. આથી તમે શું ખાઓ છો, ક્યારે ખાઓ છો એના પર ધ્યાન આપવું જરુરી છે. યોગ્ય ખાન-પાનની ટેવો તમારા પાચનને બહેતર રાખવા અને ગૅસ તથા બ્લૉટિંગ જેવી તકલીફો ઓછી કરવામાં સહાયક બની શકે છે.

આહારમાં રાખો સાવધાની (Diet Habits Tips)
તબીબોના મતાનુસાર,
1. ભોજન હંમેશાં તાજું અને હળવુ ગરમ જ ખાવું જોઈએ.
2. વધુ પડતું ખાવાથી બચવું અને પેટને થોડું ખાલી રાખવું.
3. ભોજન સારી રીતે પચે એ માટે એને ચાવી-ચાવીને ખાવું જરુરી છે.
4. જ્યારે અગાઉ ખાધેલું પચી ગયું હોય અને ભૂખ લાગે ત્યારે જ ફરીથી ભોજન કરો.
5. વિરુદ્ધ આહાર (Contraindications) થી બચવું અને આયુર્વેદાનુસાર, જે ખાદ્ય પદાર્થોનું સંયોજન પાચનને પ્રભાવિત કરી શકે એમ હોય એના સેવનથી બચવું.
6. રાત્રે શક્ય હોય એટલી જલદી ભોજન કરી લેવું જેથી એ સરળતાથી પચી શકે.
જમતી વખતે આ ટેવો પાડવી ( Expert tips)
1. વધારે પડતી વાતચીતથી બચવું.
2. મોબાઈલ અને ટીવી (Mobile & TV) થી અંતર જાળવવું.
3. મન પરોવીને ભોજન કરવું.
4. પોતાની પ્રકૃતિ અને પાચન ક્ષમતાનુસાર ભોજન પસંદ કરવું.
5. જમ્યા બાદ પેટ ફૂલવા લાગે તો તમે અજમા અથવા આદુ (Parsley or Ginger)નું સેવન કરી શકો છો, આ મસાલા પેટની સમસ્યાઓ માટે કારગર સિદ્ધ થાય છે.

જો કે, આમ છતાં તમને વારંવાર ગૅસ અને ઓડકારની સમસ્યા હેરાન-પરેશાન કરતી હોય તથા સાથોસાથ પેટ દુ:ખવું, ઊલ્ટી કે વજન ઓછું થવા (Stomach pain, Vomiting, or Weight loss) જેવા લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.
.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : ચીનની મહિલાના મગજનું સંતુલન ખોરવાયું…15 દિવસ ફક્ત પાણી પીને વજન ઘટાડ્યું…પૅંગ્વિન ચાલે ચાલવા લાગી!
આ પણ વાંચો : રાત્રે આ મસાલાનું પાણી પીવાથી મીણની જેમ ઓગળશે શરીરની ચરબી: જાણો વજન ઘટાડવાની સૌથી સરળ અને અસરકારક રીત!
આ પણ વાંચો : લગ્ન-પાર્ટીમાં ‘ફ્રી વાલા બૂફે’ જોતાવેંત જ મોટાભાગના લોકો તૂટી પડે છે!..પણ જરા ધ્યાનથી…પેટ પારકું નથી..!
