Lifestyle/ બફારા વાળા વાતાવરણમાં બનાવો ઝારખંડ સ્પેશ્યલ ‘દહીં કા ચૌંકા’…પેટ ઠંડુગાર રાખતી રેસિપી…

‘દહીં કા ચૌંકા’…આ રેસિપી (Dahi ka Chaunka Recipe) લાજવાબ છે અને સારી બાબત એ છે કે એને બનાવવામાં સહેજ પણ વાર લાગતી નથી. લંચમાં ભાત સાથે…

Trending Food Health & Fitness Lifestyle
Dahi ka Chaunka...ઝારખંડની સ્પેશ્યલ રેસિપી...!

Lifestyle: ઝારખંડની પારંપરિક ‘દહીં કા ચૌંકા’ રેસિપી (Dahi ka Chaunka Recipe) ચોમાસા (Monsoon)ના બફારા અને ભેજ વાળા વાતાવરણમાં પેટને ઠંડુ રાખનારી એક ફૅમસ રેસિપી છે. આ વાનગી ઘણી ઝડપથી બની જાય છે અને એને બનાવવા માટે ફક્ત 5-10 મિનિટનો સમય લાગે છે. તો ચાલો જાણીએ….એને બનાવવાની પદ્ધતિ વિશે..

બફારાભર્યા વાતાવરણમાં ન તો રસોડામાં જવાનું મન થાય છે કે ન તો ખાવાનું બનાવવાનું! આવામાં સૌથી વધારે ટેન્શન બપોરના ખાણા અર્થાત્ લંચની થાય છે કે એવું શું બનાવીએ કે જેથી એ ઝડપથી બની પણ જાય અને સૌને પસંદ પણ આવે…આવામાં વરસાદ અને બફારાની ગરમીની સિઝન દરમિયાન, પેટને ઠંડુ રાખવા માટે ઝારખંડના લોકો દહીંનો ઉપયોગ કરીને એક વિશેષ વાનગી બનાવે છે જેને કહે છે, ‘દહીં કા ચૌંકા’…આ રેસિપી (Dahi ka Chaunka Recipe) લાજવાબ છે અને સારી બાબત એ છે કે એને બનાવવામાં સહેજ પણ વાર લાગતી નથી. લંચમાં ભાત સાથે તમે એને ખાઇ શકો છો.

શી રીતે બનાવશો ‘દહીં કા ચૌંકા’ રેસિપી? (Dahi ka Chaunka Recipe)

ઝારખંડના લોકો

સ્વાદમાં મસ્ત મજાની આ ડિશ બનાવવામાં તમને જરાય મહેનત નહિં પડે! આથી જ જ્યારે કંઈક હળવું ખાવાની ઈચ્છા હોય તો તમે આ વાનગી બનાવી શકો છો. આ રેસિપીની ખાસ વાત એ છે કે એ આપણા પાચનતંત્રને સુદ્રઢ રાખે છે અને ઝારખંડ (ZarKhand)માં તો ગામ હોય કે શહેર…બંને સ્થળે વસતા લોકો ઉત્સાહભેર એનો આસ્વાદ માણે છે. કારણ કે, આ ત્યાંની જ સ્પેશ્યલ રેસિપી છે અને એક વાર ટ્રાય કરવા જેવી છે.

‘દહીં કા ચૌંકા’ રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ તાજું દહીં

1 નાની ચમચી રાઈ

1-2 સૂકા લાલ મરચાં

5-6 મીઠા લીમડાના પાન

1-2 બારીક સમારેલા લીલા મરચાં

1 ચપટી હીંગ

1 નાની ચમચી તેલ

સ્વાદાનુસાર મીઠું

સમારેલી તાજી કોથમીર

સમારેલી ડુંગળી અને કાકડીનો સલાડ

Rice & Dahi ka Chaunka

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ દહીં (Curd)ને સારી રીતે ફેંટી લેવું જેથી એમાં કોઇ પણ પ્રકારના ગાંઠા ન રહે. ફેંટ્યા પછી દહીંમાં સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરવું અને એને એક તરફ મૂકી દેવું.

2. ત્યાર બાદ વઘાર તૈયાર કરવો, અને એ માટે એક નાની કડાઇમાં કે વઘારિયામાં તેલ ગરમ કરવું.

3. તેલ ગરમ થાય પછી એમાં રાઇના દાણા (Mustard Seeds) નાખીને ફૂટવા દેવા. રાઈ ફૂટે એટલે એમાં સૂકા લાલ મરચાં, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને હીંગ ઉમેરીને થોડી સેકન્ડ સુધી થવા દેવું.

4. ગૅસ બંધ કરીને આ ગરમાગરમ વઘારને દહીંની ઉપર રેડી દેવો અને સારી રીતે હલાવીને ઉપરથી તાજી સમારેલી કોથમીર (Coriander)થી સજાવી લેવું.

તો તૈયાર છે ઝારખંડ રાજ્યની સ્વાદિષ્ટ વાનગી…’દહીં કા ચૌંકા’…એને ભાત સાથે સર્વ કરવું. ભાત સાથે ખાવાથી એનો સ્વાદ અનેકગણો વધી જાય છે, જો કે રોટલી સાથે કે પરોઠા સાથે પણ એ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ભાત અને ‘દહીં કા ચૌંકા’ (Rice & Dahi ka Chaunka)ની સાથે ડુંગળી-કાકડીનો સલાડ સારો લાગે છે.

દહીંને વધુ ગરમ વઘારમાં ઉમેરવાને બદલે ગૅસ બંધ કરીને પછી દહીં મિક્સ કરવું, જેથી દહીંનો સ્વાદ અને ટેક્ષ્ચર બહેતરીન લાગશે. દહીંને સારી રીતે ફેંટી લેવું કારણ કે, જો એમાં ગાંઠા પડશે તો ખાવામાં સારું નહિં લાગે!


આ પણ વાંચો : વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…

આ પણ વાંચો : કેવળ 1 કપ ઘઉંના લોટથી બનશે 1 કિલો ગુંદરના લાડુ…હાડકાંનો કટ-કટ અવાજ થશે દૂર..!

આ પણ વાંચો : ન ઘઉંનો લોટ કે ન મેંદો…બનાવો આ ફૂલેલી સફેદ હૅલ્ધી પૂરીઓ…બ્રેકફાસ્ટ માટે સોજીની મસાલા પૂરી રેસિપી..!