Karnataka News: કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જીવનભર ભીખ માગીને ગુજરાન ચલાવનાર એક વૃદ્ધ મહિલા (elderly woman)ના મૃત્યુ બાદ તેના ભાડાના ઘરમાંથી 30થી વધુ કોથળામાં ભરેલી રોકડ રકમ મળી આવી છે.માંડ્યાના ગુથાલૂ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 8થી 9 લાખ રૂપિયા ગણવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે હજુ આશરે 20 કોથળામાં રહેલી રોકડની ગણતરી બાકી છે. ઘરમાં આટલી મોટી રકમ મળી આવતા સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ રોકડ રકમ સ્થાનિક મસ્જિદની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
ભીખ માગીને ગુજરાન ચલાવનાર elderly womanના ઘરમાંથી મળ્યા લાખો રૂપિયા
ગુથાલૂ વિસ્તારમાં હૂર ઉન્નિસા નામની વૃદ્ધ મહિલા (Beggar)ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તે પોતાની બહેન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. બંને બહેનોએ લગ્ન કર્યા ન હતા. લગભગ બે વર્ષ પહેલાં તેની બહેનનું અવસાન થયું હતું. ત્યારબાદ હૂર ઉન્નિસા આ મકાનમાં એકલી રહેતી હતી. ઉંમર સંબંધિત બીમારીના કારણે તાજેતરમાં તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ ઘરની તપાસ કરવામાં આવી ત્યારે અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવેલી 30થી વધુ પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. આ કોથળીઓમાં રોકડ રકમ ભરેલી હતી.
10-12 કોથળામાંથી જ 7-8 લાખ રૂપિયા મળ્યા
મળેલી રોકડની ગણતરી શરૂ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી ગણતરીમાં શરૂઆતના 10થી 12 કોથળામાંથી જ આશરે 7થી 8 લાખ રૂપિયા મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ આશરે 8થી 9 લાખ રૂપિયાની ગણતરી થઈ છે. જોકે, હજુ લગભગ 20 કોથળામાં રહેલી રોકડની ગણતરી બાકી હોવાનું જાણવા મળ્યું છે. આથી કુલ રોકડ કેટલી છે તે અંગે હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી.
ભીખ માગીને આટલી મોટી રકમ કેવી રીતે એકઠી કરી?
હૂર ઉન્નિસા વર્ષોથી ભીખ માગીને જીવન ગુજારતી હતી. તેના ઘરમાંથી આટલી મોટી રકમ (Cash)મળી આવતા હવે સૌથી મોટો સવાલ એ છે કે તેણે આ નાણાં કેટલાં વર્ષોમાં અને કેવી રીતે એકઠાં કર્યા હતા. સ્થાનિક લોકો માટે પણ આ ઘટના આશ્ચર્યજનક બની છે. વૃદ્ધ મહિલા લાંબા સમયથી એકલી રહેતી હોવાથી તેના નાણાકીય વ્યવહારો અંગે વધુ માહિતી સામે આવી નથી.
રોકડ હાલ મસ્જિદની દેખરેખ હેઠળ
ઘરમાંથી મળેલી રોકડ રકમ હાલ ગુથાલૂ (Guthalu)વિસ્તારની એક મસ્જિદની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. સમુદાયના અગ્રણીઓએ હૂર ઉન્નિસાના સંબંધીઓને આ અંગે જાણ કરી છે. સંબંધીઓ આવ્યા બાદ બાકી રહેલી રોકડની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ આ નાણાં કોને સોંપવા તે અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: લોકપ્રિય પર્યટન સ્થળ પર પૈસાની ભીખ માંગનાર કોણ છે આ ‘ભીખારી’ ? જાણો સાચી હકીકત
આ પણ વાંચો:ITએ પાડ્યો દરોડો અને 460 કરોડ રોકડા મળતા મળ્યો વિશ્વનો સૌથી અમીર ભીખારી
આ પણ વાંચો:બિહારમાં છે ડિજિટલ ભીખારી,જે આ રીતે ભીખ માંગે છે,જાણો સમગ્ર વિગત
