Lifestyle: વજન ઓછું કરવા (Weight Loss) માટે લોકો ભાત-ભાતના નુસખા અજમાવે છે…કોઈ જીમમાં જાય છે તો કોઈ ડાયેટ પ્લાન (Diet Plan) કરે છે! ધણા એવા છે કે જે ભોજન ગ્રહણ કરવાનું લાંબો સમય ટાળે (Water Fasting) છે. ઝડપભેર વજન ઘટાડવાના ચક્કરમાં શરીર સાથે કરેલો પ્રયોગ કેટલો ભારે પડી શકે છે એનો ચીનની એક મહિલાનો આ કિસ્સો છે.
સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ચીનના હેનાન પ્રાંતની 31 વર્ષીય મહિલા (Chinese Woman)એ વજન ઓછું કરવા માટે કથિતરુપે પાણી પીને એમ જ રહેવાનો નિર્ણય કર્યો હતો. ભોજન પૂર્ણ રીતે છોડી દીધા બાદ એનું વજન ઝડપથી ઘટવા લાગ્યું. થોડા જ સમયમાં લગભગ 20 કિલો જેટલું વજન ઓછું થઈ ગયું હતુ!
વજન તો ઘટ્યું પણ શરીરે જવાબ આપી દીધો!
હોસ્પિટલમાં તપાસ કરાવતા મહિલામાં વર્નિકે એન્સેફૅલોપૅથી (Wernicke encephalopathy)નું નિદાન થયું. એમાં યાદશક્તિ પ્રભાવિત થવા ઉપરાંત ચાલવામાં શારીરિક સંતુલન જાળવવું મુશ્કેલ બનવા લાગ્યું. એ સામાન્ય રીતે ચાલી પણ નહોતી શકતી…એની ચાલ પૅગ્વિન (Penguin Walk) જેવી થઇ ગઈ! હાલત બગડતા એને ઝેંગઝોઉ યુનિવર્સિટીના ફર્સ્ટ એપિલિએટેડ હૉસ્પિટલ (Hospital)માં લઇ જવામાં આવી. મહિલાને લાંબા સમય સુધી ભોજન નહિં મળવાને કારણે શરીરના જરુરી વિટામિન બી 1 (Vitamine B1 Deficiency) અને અન્ય પોષક તત્વોની ઉણપ જણાવા લાગી. ડૉક્ટરે ઈલાજ શરુ કર્યા બાદ સુધારો આવ્યો પણ તબીબે ચેતવણી આપી કે સુધારો થવા છતાં મહિલાની ચાલ લાંબા સમય સુધી આવી રહી શકે છે!

વજન ઘટાડવા માટે ‘બીગુ’ પદ્ધતિ અપનાવી
સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, મહિલાએ ડૉક્ટરોને જણાવ્યું હતુ કે એ ‘બીગુ’ પદ્ધતિ (Tao Bigu Method) જે એક તાઓવાદી પ્રથા છે એનાથઈ પ્રભાવિત હતી. એમાં પરંપરાગત રીતે અનાજ (Grain)થી દૂર રહેવાનું જણાવાય છે. પરતુ, આધુનિક રુપમાં લોકો લાંબા સમય સુધી જમવાનું જ છોડી દેવા જેવી ભળતી વસ્તુઓ કરવા લાગે છે. સોશિયલ મીડિયાના દોરમાં આવા અનેક પ્રયોગો સુર્ખીઓમાં રહેતા હોય છે અને ઝડપભેર ફેલાય છે.
કેટલાક લોકો ભોજન છોડી દેવાને વજન ઘટાડવાની ડિટૉક્સ (Detox) ઉપાય તરીકે દર્શાવે છે. કેટલાક એવો દાવો પણ કરે છે કે ફક્ત પાણી પીને અથવા કેટલાક સપ્લીમેન્ટ (Supplement) લઇને પણ શરીર લાંબો સમય સ્વસ્થ રહી શકે છે. જો કે, મેડિકલ એક્સપર્ટ્સ લાંબા સમય સુધી ભોજન ન લેવા સામે સતત સાવધાન કરતા આવ્યાં છે.
ફક્ત પાણી પર રહેવું કેમ જોખમી? (Water Fasting Dangerous)
આપણા શરીરને ફક્ત પાણીની જ નહિં પણ પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ઈલેક્ટ્રોલાઇટ્સ અને અન્ય પોષક તત્વો (Protein, vitamins, minerals, electrolytes) જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ભોજન છોડી દે ત્યારે એ વસ્તુ શરીરના વિભિન્ન ભાગો પર અસર કરે છે. વિશેષ કરીને, વિટામિન બી 1ની ઉણપ ગંભીર સાબિત થઈ શકે છે. એની અસરથી મગજ અને નર્વસ સિસ્ટમ \(Brain & Nervous System) સમસ્યાગ્રસ્ત થઈ શકે છે. જેમાં ભ્રમ, યાદશક્તિમાં મુશ્કેલી, આંખોની મૂવમેન્ટ અને ચાલવામાં સંતુલન બગડવું જેવા લક્ષણો સામેલ હોય છે જે હ્યદય, મગજ અને અન્ય જરુરી અંગો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

ચીનમાં અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા છે
લાંબા સમય સુધી ભોજન છોડી દેવાથી થતા નુકસાનનો આ કોઈ પ્રથમ કેસ નથી. રિપોર્ટ અનુસાર, આ અગાઉ પણ આવી ગંભીર ઘટનાઓ સામે આવેલી છે. વર્ષ 2020માં હેઈલોંગજીયાંગ પ્રાંતમાં 26 વર્ષના એક વ્યક્તિએ 52 દિવસો સુધી કેવળ પાણી પર જીવવાનો પ્રયોગ કરેલો ત્યાર બાદ એની હાલત ગંભીર બની અને એનામાં ડિમેંશિયા (Dementia) જેવા લક્ષણો દેખાતા હતા.
હાલમાં ઝેજીંયાંગ પ્રાંતની આ મહિલાની રિપોર્ટ સામે આવી એણે એક અઠવાડિયા સુધી ફાસ્ટિંગ (Fasting) દરમિયાન કથિત રુપે એત એનર્જી પિલનો વપરાશ પણ કર્યો હતો. ત્યાર બાદ એને આંતરડાની સમસ્યા, બ્લડ ઈન્ફેક્શન અને પૉટેશિયમનું લેવલ ખતરનાક સ્તર સુધી પહોંચવા જેવી સમસ્યાઓ ઉદ્ભવી હતી.
ઝડપભેર વજન ઘટાડવું સારું નથી
આ સમગ્ર કિસ્સાએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધી છે. વજન ઓછું કરવાની કોશિશ શરુઆતમાં તો એક સિદ્ધિ સમાન લાગે છે પણ જ્યારે શરીર પોષક તત્વો ગુમાવે છે ત્યારે એની અસરો ગંભીર થઇ શકે છે. આથી વજન ઓછું કરતા પહેલા ડાયાટિશિયન (Diatician)ની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. સોશિયલ મીડિયા (Social Media) પરના વજન ઓછું કરવાના પ્રયોગો ફૉલો કરતા પહેલા જરા વિચારજો!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.
આ પણ વાંચો : રાત્રે આ મસાલાનું પાણી પીવાથી મીણની જેમ ઓગળશે શરીરની ચરબી: જાણો વજન ઘટાડવાની સૌથી સરળ અને અસરકારક રીત!
આ પણ વાંચો : એકસાથે છ કોસ્મેટિક સર્જરી બાદ બ્રાઝિલની 51 વર્ષીય આંદ્રેયા વિએરા ગેસ્પારનો કરુણ અંજામ…
