Lifestyle/ એકસાથે છ કોસ્મેટિક સર્જરી બાદ બ્રાઝિલની 51 વર્ષીય આંદ્રેયા વિએરા ગેસ્પારનો કરુણ અંજામ…

સુંદર દેખાવા માટે લોકો આડેધડ કોસ્મેટિક સર્જરી (Cosmetic Surgery) કરાવવા લાગ્યા છે, પરંતુ એક ખોટું પગલું કે ભૂલ એમના જીવ માટે જોખમી બની શકે છે…

Trending Health & Fitness Lifestyle
Cosmetic Surgery...એકસાથે 6 સર્જરીથી બ્રાઝીલની મહિલાનું મોત!

Lifestyle: વાત છે બ્રાઝીલની આંદ્રેયા વિએરા ગૅસ્પાર (Andreia Vieira Gaspar)ની…એનું વર્ષોનું સ્વપ્ન હતું કે એ સદા નવયુવાન અને સુંદર દેખાય! એ માટે એણે એકસાથે 6 જેટલી સર્જરી (Cosmetic Surgery) કરાવી જે એના માટે પ્રાણઘાતક સિદ્ધ થઇ હતી! સર્જરીના બીજા જ દિવસે આંદ્રેયાનું મૃત્યુ નીપજ્યું હતું.

નવયુવાન દેખાવા કરાવી એક સાથે 6 સર્જરી…

સુંદર (Beautiful) દેખાવા માટે લોકો આડેધડ કોસ્મેટિક સર્જરી (Cosmetic Surgery) કરાવવા લાગ્યા છે, પરંતુ એક ખોટું પગલું કે ભૂલ એમના જીવ માટે જોખમી બની શકે છે અને તેનાથી તેમના જીવનનો પણ અંત આવી શકે છે એ બાબતને તેઓ ગંભીરતાપૂર્વક નથી લઇ રહ્યાં! આજના સાંપ્રત સમયમાં નવયુવાન દેખાવા (Young Look) માટે લોકો માત્ર નાણા જ ખર્ચ નથી કરી રહ્યા, પરંતુ પોતાના જીવને પણ જોખમમાં મૂકતા સહેજે ખચકાતા નથી!

હાલમાં એકસાથે છ કોસ્મેટિક સર્જરી (6 C0smetic Surgery) કરાવ્યાના થોડા કલાકો પછી બ્રાઝિલની 51 વર્ષની મહિલા આંદ્રેયા વિએરા ગેસ્પારનું મૃત્યુ નીપજ્યું. એવું કહેવાય છે કે, ચહેરા અને ગરદનના ભાગને સુંદર બનાવી યુવાન દેખાવાની તેની ઘેલછા હતી અને એ માટે લાંબા સમયથી આ ઓપરેશન (Operation)ની રાહ જોઈ રહી હતા…એટલું જ નહિં પરંતુ આ મોંઘીદાટ કોસ્મેટિક સર્જરી માટે તેણે ઘણા વર્ષો સુધી સારા એવા પૈસાની પણ બચત કરી હતી!

એકસાથે છ Cosmetic Surgery આખરે જીવલેણ નીવડી!!

એકસાથે છ Cosmetic Surgery આખરે જીવલેણ નીવડી!!

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, આંદ્રેયાએ એકસાથે છ જુદી-જુદી કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેમાં ગરદનની લિપોસક્શન અને નેનોફેટ ઇન્જેક્શન, ફોરહેડ લિફ્ટ, ડીપ-પ્લેન ફેસલિફ્ટ (Facelift), બોની જીનિયોપ્લાસ્ટી, બ્લેફેરોપ્લાસ્ટી જેવી વિવિધ સર્જરી સામેલ હતી.

કોસ્મેટિક સર્જરીને પોતાનું ડ્રીમ ઓપરેશન માનનારી આંદ્રેયાએ આ સમગ્ર ઓપરેશન માટે લગભગ બે વર્ષ સુધી બચત કરી હતી. આ સર્જરી પર એણે આશરે 17 હજાર પાઉન્ડ એટલે કે લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા!!

બીજા જ દિવસે મોતને ભેટી!

જાણવા મળ્યા અનુસાર, ડેઇલી મેલ (Daily Mail)નો રિપોર્ટ કહે છે કે, લગભગ 10 કલાક સુધી ચાલેલી આ સર્જરી પછી આંદ્રિયાને હોસ્પિટલમાંથી રજા તો આપવામાં આવી હતી, પણ જેવી તે ઘરે પહોંચી કે તરત જ તેની તબિયત બગડવા લાગી. તેના ફેસ પર ગંભીર સોજો આવ્યો, તેને અસહ્ય દુ:ખાવો પણ થવા લાગ્યો અને શ્વાચ્છોશ્વાસ (Respiration)માં પણ તકલીફ થવા લાગી હતી.

“મને એવું લાગી રહ્યું છે કે હું મરી રહી છું”

આંદ્રિયાના પરિવારના જણાવ્યાનુસાર, આખી રાત તેની હાલત લથડતી રહેવાથી તેણે પોતાની બહેનને કહ્યું કે, “મને એવું લાગી રહ્યું છે કે હું મરી રહી છું”. આ પછી પરિવારે વિના વિલંબે ડોકટરો અને મેડિકલ ટીમ પાસેથી મદદ માંગી હતી, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતુ અને આંદ્રિયાનું મોત (Death) નીપજી ચૂક્યું હતુ!

કોસ્મેટિક સર્જરી

શા કારણે મૃત્યુ નીપજ્યું?

બ્રાઝીલ (Brazil)ની હૉસ્પટલના મેડિકલ રિપોર્ટ મુજબ, તીવ્ર થ્રોમ્બોસિસ અને પલ્મોનરી ઇન્ફેક્શન (Thrombosis and pulmonary infection)ના કારણે આંદ્રિયાનું મોત નીપજ્યું હતુ. તીવ્ર થ્રોમ્બોસિસ અને પલ્મોનરી ઇન્ફેક્શન અર્થાત્ શરીરમાં લોહીના ગઠ્ઠા બનવાથી ફેફસાં સુધી રક્ત અને ઓક્સિજનનો પ્રવાહ પહોંચવામાં અડચણ આવી અને જે અટકી જવાથી ફેફસાંની પેશીઓને ગંભીર નુકસાન પહોંચતા સુંદર દેખાવાનું સપનુ જોતી આ મહિલા મોતને ભેટી હતી.


આ પણ વાંચો: ગેસ, એસિડીટીની સમસ્યાથી પીડાઓ છો? મસાલા ચૂર્ણ ખાઓ અને પેટની બળતરા શાંત કરો

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓએ રસોડામાં રાખેલું આ પીણું જરૂર પીવું જોઈએ…

આ પણ વાંચો: ચાલવાના ફાયદા વિશે તમે કેટલું જાણો છો? સારા સ્વાસ્થ્ય માટે કરો એક ક્લિક