Shocking/ બી પ્રાક બન્યા બીજી વાર પિતા પરંતુ આ સમાચાર તેમના માટે બન્યા આધાતજનક, જાણો કેમ

ગાયક અને સંગીત દિગ્દર્શક બી પ્રાક અને તેની પત્ની મીરા બચ્ચન બીજી વખત માતા-પિતા બન્યા, પરંતુ  કહેવાય છે કે ધાર્યુ તો ભગવાનનું જ થાય છે. એક બાજુ બીજી વાર માતા-પિતા બનવાની ખુશી હતી ત્યાં જ નવજાત શીશુ મરણ પામ્યું

Trending Entertainment

ગાયક અને સંગીત દિગ્દર્શક બી પ્રાક અને તેની પત્ની મીરા બચ્ચન બીજી વખત માતા-પિતા બન્યા, પરંતુ  કહેવાય છે કે ધાર્યુ તો ભગવાનનું જ થાય છે. એક બાજુ બીજી વાર માતા-પિતા બનવાની ખુશી હતી ત્યાં જ નવજાત શીશુ મરણ પામ્યું. જેના કારણે  સિંગરના ઘરમાં હતાશાનો માહોલ છવાઇ ગયો.  સિંગરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને આ ખરાબ સમાચાર આપ્યા.

બી પ્રાકે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અત્યંત દુઃખ સાથે અમે કહી  રહ્યા છીએ કે અમારા જન્મેલા બાળકનું આ દુનિયામાં આવ્યા પછી તરત જ નિધન થઈ ગયું છે. માતા-પિતા તરીકે અમે અત્યારે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.  ડોકટરો અને સ્ટાફ મેમ્બરો કે જેમણે અમારા બાળકને બચાવવાના તમામ પ્રયાસ કર્યા તેમનો ખુબ જ આભાર માનીએ છીએ.અમે બધા અત્યારે અમારા હોશમાં નથી. ખૂબ જ ભાંગી પડ્યા છીએ. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમારી ગોપનીયતા જાળવી રાખો. તમારા મીરા અને બી પ્રાક.”

https://www.instagram.com/p/Ce04fuYp9Mf/?utm_source=ig_embed&ig_rid=af341e70-ddb9-474a-978f-20249f89f9a1

બી પ્રાકના લગ્ન વર્ષ 2019માં ચંદીગઢમાં થયા હતા. અને તે અને પત્ની મીરા  વર્ષ 2020માં પ્રથમ દિકરાના માતા- પિતા બન્યા હતા. નોંધનીય છે કે હાલમાં જ તેનું નવું ગીત ‘ઈશ્ક નહીં કરતે’ રિલીઝ થયું છે જે બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતને બી પ્રાકે પોતાનો અવાજ આપ્યો છે. ગીત ખૂબ જ ઈમોશનલ છે. આ ગીતને જાની અને બી પ્રાક દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.

બી પ્રાકની પત્નીની વાત કરીએ તો તેનું પૂરું નામ મીરા બચ્ચન છે. અટક વાંચ્યા પછી, લોકોએ માની લીધું છે કે અમિતાભ બચ્ચનના પરિવાર સાથે તેમનો કોઈ સંબંધ છે. પરંતુ  એવું જરાય નથી. મીરા વ્યવસાયે ફિટનેસ ટ્રેનર અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.  પર્સનલ વ્લોગ મીરા ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 51 હજાર ફોલોઅર્સ છે.