Food Recipe/ ઘરે મુલાયમ રુમાલી રોટી શી રીતે બનાવવી? નોંધી લો સરળ રેસિપી…

એનું નામ ‘રુમાલી’ એટલા માટે પડ્યું છે કારણ કે એ રુમાલની જેમ અત્યંત પાતળી અને સરળતાપૂર્વક વાળી શકાય એવી હોય છે. અહિં તમને રુમાલી રોટી (Rumali Roti)…

Trending Food Lifestyle
Rumali Roti...soft રેસ્ટોરન્ટ સ્ટાઈલ રોટી બનાવવાની easy 8 સ્ટેપ રેસિપી!

Food Recipe: લગ્ન સમારંભ અને અન્ય ફંકશનોમાં સર્વ થતી રુમાલી રોટી (Rumali Roti Recipe)નો સ્વાદ દરેકને પસંદ પડતો હોય છે. દરેક શાક સાથે એ ખાવામાં લાજવાબ લાગે છે. પરંતુ એને ઘરે બનાવવાનું ઘણા લોકો ટાળતા હોય છે. કેટલાય લોકોને એને બનાવવાનું અત્યંત હેક્ટિક લાગે છે તો કેટલાયે લોકોની એવી ફરિયાદ હોય છે કે ઘરે બનાવવા જતા એ કડક બની જાય છે. પરંતુ હવે ગભરાવાની જરુર નથી. તમે ઘરે જ ફંકશનોમાં અને રેસ્ટોરન્ટમાં મળતી પાતળી, મુલાયમ અને સ્વાદિષ્ટ રુમાલી રોટી (Restaurant Style Rumali Roti) બનાવી શકો છો.

એનું નામ ‘રુમાલી’ એટલા માટે પડ્યું છે કારણ કે એ રુમાલની જેમ અત્યંત પાતળી અને સરળતાપૂર્વક વાળી શકાય એવી હોય છે. અહિં તમને રુમાલી રોટી બનાવવાની યોગ્ય રીત દર્શાવવા જઈ રહ્યાં છીએ. શિયાળામાં આ રેસિપી (Winter Recipe) ખાવાની ઘણી જ મજા આવે છે. તો ફટાફટ નોંધી લો એની રેસિપી…

ઘણા લોકો ઘરે ઢાબા સ્ટાઇલ રુમાલી રોટી (Rumali Roti Recipe) બનાવવા માગતા હોય છે પણ બનાવી શકતા નથી હોતા…ક્યારેક રુમાલી રોટી એટલી તો નરમ બને છે કે ખાવામાં બિલકુલ મજા નથી આવતી અને ઘણી વાર એ કાચી લાગે છે અને ઘણી વાર એ વધુ શેકાઈ જવાથી પાપડ જેવી કડક થઈ જાય છે!…જો તમને પણ આ સમસ્યા હોય તો ગભરાવાની જરુર નથી! અહિં તમારા માટે તદ્દન પરફેક્ટ રુમાલી રોટી (Rumali Roti Recipe)ની રેસિપી લઇને આવ્યા છીએ જેને ફૉલો કરીને તમે ઘરે જ આસાનીથી મજેદાર રુમાલી રોટી બનાવી શકો છો. તો ચાલો જાણીશું એને બનાવવાની વિધિ અને સામગ્રી અંગે…

શી રીતે બનાવશો રુમાલી રોટી? (Rumali Roti Recipe)

રુમાલી રોટી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Rumali Roti Ingredients
Rumali Roti Ingredients

સામગ્રી

1.5 કપ મેંદો

અડધી ચમચી મીઠું

1 મોટી ચમચી તેલ અથવા પીગળેલું ઘી

દૂધ અથવા નવશેકું પાણી (આવશ્યકતા અનુસાર)

વણવા માટે મેંદાનું અટામણ

Rumali Roti Recipe
Rumali Roti Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદો (Maida) અને મીઠું મિક્સ કરી લો. એમાં તેલ અથવા પીગાળેલું ઘી (Oil or Ghee) ઉમેરીને સારી રીતે મસળી લો.

2. હવે થોડું-થોડું નવશેકું દૂધ (Warm Milk) અથવા નવશેકું પાણી ઉમેરતા જઈને સામાન્ય રોટલીથી થોડો નરમ લોટ બાંધી લેવો. આ લોટને ઓછામાં ઓછો 5-7 મિનિટ સુધી કેળવી લેવો જેથી ગ્લૂટેન બને અને રોટલી ફાટે નહિં!

3. બાંધેલા લોટની ઉપર હળવું તેલ કે ઘી લગાવીને ભીના કપડા વડે અથવા કોઈ ઢાંકણાથી ઢાંકી દેવું અને 30 મિનિટ સુધી રેસ્ટ આપવો. આમ કરવાથી લોટ સેટ થઈ જાય છે અને પાતળી રોટલી વણવામાં સરળતા રહે છે.

4. રેસ્ટ આપ્યા બાદ લોટને ફરીથી હળવો મસળી લેવો અને સામાન્ય રોટલીથી થોડા મોટા લુવા બનાવી લેવા. દરેક લુવાને ગોળ સરસ આકાર આપવો જેથી એમાં ક્રેક્સ ન રહે.

5. હવે પાટલી પર થોડો મેંદો ભભરાવો અને લુવાને બને એટલો પાતળો વણી લો. જો વેલણથી એ વધુ પાતળો ન થાય તો એને બંને હાથની હથેળી અથવા આંગળીઓની વચ્ચે રાખીને ધીમે-ધીમે ખેંચીને ગોળ ફેરવતા જઈને મોટો કરો. ધ્યાન રાખવું કે એ ફાટે નહિં.

6. ભારે તળીયાવાળી કડાઈ અથવા તો મોટા તવાને ગૅસ પર ઊંધો કરીને મૂકવો અને ફાસ્ટ ફ્લેમ પર ગરમ કરવો. હળવું મીઠાવાળું પાણી છાંટીને કપડાથી લૂછી લેવું જેથી રોટી ચોંટી ન જાય!

7. ફેલાવેલી પાતળી રુમાલી રોટીને સાવધાનીથી ઊંધી કડાઈ કે તવા પર નાખવી. એ તદ્દન પાતળી હોય છે આથી જ 20-30 સેકન્ડમાં રંગ બદલવા લાગશે.

8. ચિપિયાની મદદથી એને સાવધાનીથી પલટાવી લો અને બીજી તરફ પણ 15-20 સેકન્ડ શેકાવા દો.

રંગ બદલતા જ તરત એને ઉતારી લો અને વાળી લો. રોટીને વધુ વાર ન પકાવશો નહિં તો એ પાપડની જેમ કડક થઈ જશે! એને તરત જ ત્રિકોણ શેપમાં વાળીને કોઈ સુતરાઉ કપડા અથવા કેસરોલમાં મૂકી દેવી અને ગરમાગરમ પીરસવી.

તો તૈયાર છે તમારી અનોખી રુમાલી રોટી (Rumali Roti Recipe)…જેને તમે તમારા મનપસંદ શાક સાથે ખાઈ શકો છો અને એનો અનોખો સ્વાદ માણી શકો છો.


આ પણ વાંચો: મકાઈની મસાલા બાટી….દરેક કોળિયામાં મળશે રાજસ્થાની સ્વાદ…નોંધી લો રેસિપી…

આ પણ વાંચો: ક્રિસ્પી ગોબી ફ્રાય…એક વાર બનાવીને ખાઓ…પકોડાથી પણ ટેસ્ટી લાગશે!

આ પણ વાંચો: ચટપટું ચાઈનીઝ…સાંભળીને મોંમાં પાણી આવ્યું? સૌની પસંદ ગોબી મંચુરિયન…ઘરે જ બનાવો..!