Govinda Sunita Ahuja Divorce Updates : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહૂજા (Govinda-Sunita)વચ્ચે ચાલતો વિવાદ ફરી એકવાર અંબાડીએ આવ્યો છે. બુધવારે સુનીતા ફેમિલી કોર્ટની બહાર જોવા મળતા જ બંનેના ડિવોર્સની અફવાઓએ ભારે જોર પકડ્યું હતું. પરંતુ આ મુલાકાત પાછળનું સત્ય કંઈક અલગ જ સામે આવ્યું છે.
Govinda-Sunita : દાવો પાછો ખેંચવા કોર્ટ પહોંચી સુનીતા
તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, સુનીતા આહૂજાએ ગોવિંદા વિરુદ્ધ જે ડિવોર્સની અરજી કરી હતી, તે કેસ પાછો ખેંચવા (withdraw) માટે તે ફેમિલી કોર્ટ (Family Court )પહોંચી હતી. એટલે કે આ કપલ વચ્ચે હાલમાં છૂટાછેડા (Govinda Divorce)થઈ રહ્યા નથી.

મેનેજર શશી સિંહાનું મોટું નિવેદન
ગોવિંદાના મેનેજર શશી સિંહાએ આ સમાચારને સમર્થન આપતાં અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પરિવારની અંદરોઅંદરની બાબતો ઘરમાં જ ઉકેલવી જોઈએ. જો અંતે કેસ પાછો જ ખેંચવો હતો, તો કોર્ટ સુધી જવાની જરૂર નહોતી. ચર્ચા કરવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે અને તમાશો બનવાનું ટાળી શકાય છે.
‘રૂપા’ ફિલ્મ અને રાની સ્વર્ણકાર વિવાદ
ગોવિંદા ટૂંક સમયમાં જ ‘રૂપા’ નામની ફિલ્મથી કમબેક કરવા જઈ રહ્યા છે, જેમાં તેમની સાથે રાની સ્વર્ણકાર જોવા મળશે. બંને તાજેતરમાં એરપોર્ટ પર પણ સાથે જોવા મળ્યા હતા. સુનીતાએ આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતાં ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ લગાવ્યો હતો અને ફિલ્મ બન્યા પહેલાં જ પ્રમોશન કરવા પર કટાક્ષ કર્યો હતો.
ગોવિંદાનો પલટવાર
સુનીતાના સતત આરોપો સામે ગોવિંદાએ પણ મૌન તોડ્યું હતું. ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે ઘણા કલાકારો પોતાનાથી નાની ઉંમરની હિરોઇનો સાથે કામ કરતા હોય છે. તેમણે ઉમેર્યું કે સુનીતાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને તેમનું નામ ખરાબ કરવાની કોશિશ ન કરવી જોઈએ.
આ પણ વાંચો :શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ: પાન મસાલા એડ મામલે FDA ફટકારી શકે છે દંડ!
આ પણ વાંચો :થિયેટરોમાં મચશે ધમાલ! રિલીઝ થઈ રહી છે આ 4 મોટી સાઉથ મુવીઝ, મળશે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ
