Entertainment News : બોલિવુડ સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ વિમલ ઈલાયચીની આડકતરી જાહેરખબર મામલે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Maharashtra FDA) ના સિકંજામાં ફસાયા છે. જો ત્રણેય અભિનેતાઓ તરફથી નોટિસનો યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળે, તો મહારાષ્ટ્ર FDA તેમના વિરુદ્ધ કડક કાનૂની પગલાં ભરીને મોટો દંડ ફટકારી શકે છે.
મહારાષ્ટ્ર FDA ના કમિશનર તુકારામ મૂંઢેએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ મામલે નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ કલાકારને બક્ષવામાં આવશે નહીં અને કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી (Proceedings)કરવામાં આવશે.
Maharashtra FDA : સરોગેટ એડવર્ટાઈઝિંગ વિવાદ
આ સમગ્ર વિવાદ વિમલ ઈલાયચીની તે જાહેરખબર સાથે જોડાયેલો છે, જેમાં ત્રણેય બોલિવુડ સ્ટાર્સ એકસાથે નજરે પડે છે. મહારાષ્ટ્ર FDA નું માનવું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ એડ ઈલાયચીના નામે આડકતરી રીતે વિમલ પાન મસાલા બ્રાન્ડનું જ પ્રોમોશન કરે છે. ભારતમાં તંબાકુ અને પાન મસાલા જેવી હાનિકારક પ્રોડક્ટ્સના આડકતરા પ્રચાર પર કાનૂની પ્રતિબંધ છે.
14 ઓગસ્ટે ફટકારવામાં આવી હતી શો-કોઝ નોટિસ
મહારાષ્ટ્ર FDA એ આ કલાકારોને 14 ઓગસ્ટે જ કારણદર્શક (Show Cause) નોટિસ પાઠવી હતી. નોટિસમાં અભિનેતાઓને બ્રાન્ડ સાથેના તેમના કરાર, તેમની ભૂમિકા અને જાહેરાતના સ્વરૂપ અંગે સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું હતું. કમિશનર મૂંઢેએ સ્વીકાર્યું હતું કે નોટિસ મોકલવામાં થોડો વિલંબ જરૂર થયો છે, પરંતુ કાયદાના અમલીકરણ (Law Enforcement)માટે આ કડક પગલું લેવું અત્યંત જરૂરી હતું.
સંતોષકારક જવાબ નહીં મળે તો રૂ. 10 લાખ સુધીનો દંડ
FDA ના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શાહરૂખ, અજય કે ટાઈગર તરફથી રજૂ કરવામાં આવેલો ખુલાસો કાયદાકીય ધોરણો મુજબ યોગ્ય નહીં જણાય, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહક સુરક્ષા અને એડવર્ટાઈઝિંગ નિયમોના ભંગ બદલ કલાકારો પર રૂ. 10 લાખ સુધીનો આકરો દંડ પણ ફટકારાઈ શકે છે.
આ પણ વાંચો :થિયેટરોમાં મચશે ધમાલ! રિલીઝ થઈ રહી છે આ 4 મોટી સાઉથ મુવીઝ, મળશે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ
આ પણ વાંચો :શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘૂસ્યો 8 ફૂટ લાંબો સાપ, રેસ્ક્યૂ ટીમે બહાર કાઢ્યો
