Lifestyle News/ કિચનમાં ફરતા વંદા અને માખીઓ પહોંચાડી શકે છે હોસ્પિટલ! FSSAI એ આપી મોટી ચેતવણી

FSSAI Warning: રસોડામાં રહેતા વંદા અને માખીઓ ખોરાકને દૂષિત કરીને ડાયરિયા અને ટાઈફોઈડ જેવા રોગો ફેલાવી શકે છે. FSSAI એ કિચન હાઈજીન જાળવવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી છે.

Lifestyle Health & Fitness
FSSAI Warning Beware of insects landing food

Health & Fitness News : ઘરના રસોડામાં અવારનવાર જોવા મળતા વંદા, માખીઓ અને નાના કીટકો માત્ર ગંદકી પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ તે અસંખ્ય ગંભીર બીમારીઓનું ઘર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI Warning) એ સામાન્ય નાગરિકોને સાવધાન કરતા જણાવ્યું છે કે આ નાના પેસ્ટ (Kitchen Pests)રસોડામાં રાખેલા ખોરાકને ઝેરી બનાવીને ડાયરિયા, ટાઈફોઈડ અને મરડા જેવા જીવલેણ ઇન્ફેક્શન (Life-threatening infection)ફેલાવી શકે છે.રસોડાની થોડી બેદરકારી આખા પરિવારના સ્વાસ્થ્ય માટે મોટી આફત બની શકે છે.

FSSAI Warning : કીટકો દ્વારા ફેલાતા રોગો અને સંક્રમણનું કારણ

કોકરોચ અને માખીઓ (Cockroaches and flies) મુખ્યત્વે ગટર, કચરાપેટી અને ભેજવાળી ચીકણી જગ્યાઓમાંથી ઉછરે છે, જ્યાં અસંખ્ય વાયરસ અને બેક્ટેરિયા હોય છે.આ જીવજંતુઓ પોતાના પગ અને શરીર પર ચોંટેલા કીટાણુઓને ખુલ્લા ખોરાક, પીવાના પાણી, કિચન પ્લેટફોર્મ અને વાસણો સુધી પહોંચાડે છે.FSSAI ના જણાવ્યા મુજબ, આવા દૂષિત ખોરાકના સેવનથી પેટમાં તીવ્ર દુખાવો, ઝાડા-ઉલટી, ટાઈફોઈડ અને ફૂડ પોઈઝનિંગ જેવા ચેપ ઝડપથી ફેલાય છે.નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ ચેપ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

રસોડાને જંતુમુક્ત રાખવા માટેના જરૂરી પગલાં

રસોઈ બનાવ્યા બાદ અને જમ્યા પછી ખોરાક તથા પીવાના પાણીને હંમેશાં યોગ્ય રીતે ઢાંકીને જ રાખવું.

કિચન કાઉન્ટર, ગેસ સ્ટવ અને પ્લેટફોર્મની દરરોજ એન્ટિ-બેક્ટેરિયલ લિક્વિડથી સફાઈ કરવી.

ઘરની કચરાપેટીને હંમેશાં ઢાંકણથી બંધ રાખવી અને કચરો નિયમિતપણે બહાર નિકાલ કરવો.

નાળીઓ અને ભેજવાળા ખૂણાઓની સ્વચ્છતા જાળવવી તેમજ જરૂર જણાય ત્યારે પ્રોફેશનલ પેસ્ટ કંટ્રોલ કરાવવું.


આ પણ વાંચો :બ્રેકફાસ્ટમાં બનાવો ઓટ્સ અપ્પમ…સ્વાદમાં લાજવાબ…વેટ લૉસ જર્નીમાં મદદગાર રેસિપી..!

આ પણ વાંચો :ભોજન સ્કિપ કર્યા વિના જ મહિલાએ 32 કિલો વજન ઘટાડ્યું હોવાનો દાવો…આ 5 આદતો કેળવીને સ્થૂળતા ઘટાડી..!

આ પણ વાંચો :કિચનના કચરાને કચરો ન સમજો…4 વસ્તુઓથી તમારો બગીચો બનશે હર્યો-ભર્યો..!