Nishu Azad Father New Video Viral Jantar Mantar Case: સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને વિદ્યાર્થીની નિશુ આઝાદના પિતા સંજય કુમારનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સંજય કુમાર એવો દાવો કરતા જોવા મળી રહ્યા છે કે સ્વતંત્ર ભારદ્વાજ સાથે થયેલા વિવાદના દિવસે જો દિલ્હી(Jantar Mantar) પોલીસ થોડી વાર વધુ મોડી પહોંચી હોત તો તેઓ સ્વતંત્રની હાલત ખરાબ કરી નાખત. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
પોડકાસ્ટમાં સ્વતંત્રે શું દાવો કર્યો હતો?
આ વિવાદની શરૂઆત સ્વતંત્ર ભારદ્વાજના એક પોડકાસ્ટથી થઈ હતી. પોડકાસ્ટમાં સ્વતંત્રે નિશુ (Jantar Mantar) આઝાદના પિતા સંજય કુમારના માથામાં માર મારવાનો દાવો કર્યો હતો. આ નિવેદન બાદ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ સ્વતંત્ર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Jantar Mantar પર થયો હતો વિવાદ
મળતી માહિતી પ્રમાણે, પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર(Jantar Mantar) ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ નિશુ આઝાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતીકાત્મક તેરમીના સમોસા વહેંચતી જોવા મળી હતી. નિશુનો આરોપ છે કે તે સમયે તેના પિતા સંજય કુમાર સાથે સ્વતંત્ર ભારદ્વાજ અને તેના સાથીઓએ મારપીટ કરી હતી. નિશુના જણાવ્યા પ્રમાણે, મારપીટ બાદ સંજય કુમારને દિલ્હીની RML હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને 60 જેટલા ટાંકા આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવા વીડિયોમાં સંજય અને નિશુના નિવેદનથી ફરી ચર્ચા
હવે સામે આવેલા વીડિયોમાં સંજય કુમાર અગાઉની ઘટનાનો ઉલ્લેખ કરીને સ્વતંત્ર ભારદ્વાજ અંગે આકરો દાવો કરતા જોવા મળે છે. વીડિયોમાં નિશુ આઝાદ પણ જોવા મળે છે અને તે સ્વતંત્ર પર કટાક્ષ કરતી નજરે પડે છે. નિશુએ(Jantar Mantar) પોતાના નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના પરિવારને લઈને સતત વીડિયો બનાવીને વ્યૂઝ મેળવવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે બંને પક્ષો તરફથી અલગ-અલગ દાવા સામે આવી રહ્યા છે, જેના કારણે આ વિવાદ ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
