Jantar Mantar Assault Case Viral Podcast News: જંતર-મંતર(Jantar Mantar) ખાતે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમાર સાથે થયેલી મારપીટનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોડકાસ્ટ ક્લિપ બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. વાયરલ ક્લિપમાં સ્વતંત્ર ભારદ્વાજે કથિત રીતે દાવો કર્યો છે કે સંજય કુમારના માથા પર હુમલો તેણે જ કર્યો હતો. આ ઉપરાંત, રાજકીય પ્રભાવના કારણે તેની સામે મોટી કાયદાકીય કાર્યવાહી ન થઈ હોવાનો દાવો પણ ક્લિપમાં કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
વાયરલ ક્લિપ બાદ CJPના નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા
વાયરલ વીડિયો સામે આવ્યા બાદ CJPના(Jantar Mantar) પ્રવક્તા સૌરવ દાસ, આશુતોષ રાંકા સહિત અન્ય લોકો પટેલ ચોકથી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. નિશુ આઝાદ પણ ચંદ્રશેખર આઝાદ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે હવે પોલીસ પાસે સ્વતંત્ર ભારદ્વાજ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીની પોસ્ટ બાદ કોંગ્રેસની લીગલ ટીમ સક્રિય
આ કેસમાં કોંગ્રેસની કાનૂની ટીમ પણ નિશુ આઝાદની(Jantar Mantar) મદદ માટે આગળ આવી છે. રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ કોંગ્રેસની લીગલ ટીમે આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ટીમ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને કેસમાં વધુ ગંભીર કલમો ઉમેરવાની માંગ કરવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની લીગલ ટીમ FIRમાં હેટ સ્પીચ, આદતન ગુનેગાર તથા SC-ST અત્યાચાર અધિનિયમ હેઠળની કલમો ઉમેરવાની માંગ કરી શકે છે. જોકે, આ કલમો ઉમેરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર પોલીસ માહિતીની રાહ જોવાઈ રહી છે.
સ્વતંત્ર ભારદ્વાજની તાત્કાલિક ધરપકડની માંગ
નિશુ આઝાદે પોતાના પિતા પર હુમલાના મામલે સ્વતંત્ર ભારદ્વાજની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. તેમણે અગાઉ રાહુલ ગાંધી પાસે પણ કાયદાકીય મદદની અપીલ કરી હતી. હવે કોંગ્રેસની લીગલ ટીમ આ મામલે તેમને કાનૂની સહાય પૂરી પાડશે.
દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ અક્ષય લકડા, નિશુ આઝાદ અને લીગલ સેલના(Jantar Mantar) વકીલો આજે સવારે 11 વાગ્યે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચીને સ્વતંત્ર ભારદ્વાજ સામે કાર્યવાહી કરવાની માંગ કરશે તેવી માહિતી સામે આવી છે. વાયરલ પોડકાસ્ટ ક્લિપ બાદ હવે પોલીસ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
