National News : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન (BCI Chairman)મનન કુમાર મિશ્રા વિરુદ્ધ ફરી મોરચો ખોલ્યો છે. ઓલ ઈન્ડિયા યંગ એડવોકેટ્સ એસોસિએશને મિશ્રાના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. CJPના નેતાઓએ પણ આ વિરોધને સમર્થન આપ્યું છે.
CJPના સ્થાપક અભિજીત દીપકે મિશ્રા પર નિશાન સાધતા કહ્યું કે હવે કાનૂની ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનો અને વકીલોએ આ વિરોધમાં જોડાવું જોઈએ. આ સમગ્ર મામલો NALSAR યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા વિવાદ બાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન (BCI Chairman) વિરુદ્ધ ફરી મોરચો
તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Bar Council of India)ના ચેરમેન મનન કુમાર મિશ્રા (Manan Kumar Mishra)એ NALSAR યુનિવર્સિટીમાંથી આ વર્ષે સ્નાતક થનારા વિદ્યાર્થીઓની એડવોકેટ તરીકે નોંધણી અંગે કડક આદેશ આપ્યો હતો. આ નિર્ણય બાદ કાનૂની ક્ષેત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.
વિવાદનું મૂળ NALSARના દીક્ષાંત સમારોહ સાથે જોડાયેલું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને ફેકલ્ટી સભ્યોને પત્ર લખીને દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાના પ્રસ્તાવ સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
આ મામલે BCIએ વિદ્યાર્થીઓની કથિત ઝુંબેશ અંગે તપાસ શરૂ કરવાની વાત કરી હતી અને સંબંધિત રિપોર્ટ મંગાવ્યો હતો.
વિરોધ બાદ BCIએ નિર્ણય પાછો ખેંચ્યો
મિશ્રાના નિર્ણય સામે ભારે વિરોધ થયા બાદ થોડા જ કલાકોમાં નિર્ણય પરત ખેંચવામાં આવ્યો હતો. ત્યારબાદ મિશ્રાએ વિદ્યાર્થીઓની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો દિલથી માફી માંગતા સ્પષ્ટતા કરી હતી.
તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની લાગણીઓ અને ચિંતાઓ મહત્વપૂર્ણ છે અને તેમના હિતોનું રક્ષણ કરવું તેમની પ્રાથમિકતા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓના હિતોને નુકસાન પહોંચાડવાનો નહોતો.
અભિજીત દીપકના નિવેદન બાદ વિવાદ વધુ ઉગ્ર
14 ઓગસ્ટના રોજ મિશ્રાએ વિદ્યાર્થીઓના હિત અંગે વાત કરતા કહ્યું હતું કે જરૂર પડે તો તેઓ CJPના નેતાઓ સાથે પણ વાતચીત કરવા તૈયાર છે. તેમણે અભિજીત દીપક અને અન્ય નેતાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે યુવાનોના હિતનું રક્ષણ કરવું તેમનું પણ લક્ષ્ય છે.
મિશ્રાના આ નિવેદન બાદ હવે CJP સમર્થિત સંગઠને તેમના રાજીનામાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને યુવા વકીલોના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર BCIની ભૂમિકા અંગે જવાબદારી નક્કી થવી જોઈએ.
અગાઉ પણ વિરોધ બાદ CJPએ આંદોલન સમેટ્યું હતું
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી પદેથી રાજીનામાની માંગ સાથે CJPએ થોડા અઠવાડિયા પહેલા વિરોધ શરૂ કર્યો હતો. ત્યારબાદ આ મુદ્દે વિરોધ સમેટવામાં આવ્યો હતો.
હવે NALSAR વિવાદને પગલે CJP ફરી સક્રિય થયું છે અને BCI ચેરમેન મનન કુમાર મિશ્રા (Manan Kumar Mishra)ના રાજીનામાની માંગ ઉઠાવી છે. આગામી દિવસોમાં આ વિરોધ કેટલો વ્યાપક બને છે તેના પર કાનૂની ક્ષેત્રની નજર રહેશે.
આ પણ વાંચો : ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો :CJPનો ફરી આંદોલનનો સંકેત: અભિજિત દિપકે કહ્યું- ‘જંતર-મંતર સીઝન 2’ ટૂંક સમયમાં
આ પણ વાંચો : CJPના પ્રવક્તા સૌરભ દાસના યુટ્યુબર્સ પર ગંભીર આરોપ; કહ્યું- ‘મારા ઘરની પ્રાઇવેસીનું ઉલ્લંઘન થયું
