Not Set/ યોગ ગુરુ બાબા રામદેવ પહોંચ્યા હનુમાનગઢી, કહ્યુ- રામ મંદિરનાં નિર્માણથી દેશમાં થશે રામ રાજ્યની સ્થાપના

  આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન થશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં સામેલ થશે, ભૂમિપૂજન બાદ પીએમ મોદી મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ રાખશે, આ સમયે સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે ભૂમિપૂજન પહેલા હનુમાનગઢી પહોંચ્યા છે. દર્શન કર્યા પછી તેમણે કહ્યું કે, ‘આજે ઐતિહાસિક […]

India
 

આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન થશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં સામેલ થશે, ભૂમિપૂજન બાદ પીએમ મોદી મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ રાખશે, આ સમયે સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે ભૂમિપૂજન પહેલા હનુમાનગઢી પહોંચ્યા છે. દર્શન કર્યા પછી તેમણે કહ્યું કે, ‘આજે ઐતિહાસિક દિવસ છે, આ લાંબા સમય સુધી યાદ રહેશે, મને વિશ્વાસ છે કે રામ મંદિરનાં નિર્માણથી દેશમાં રામ રાજ્યની સ્થાપના થશે.‘

ઉલ્લેખનીય છે કે આજનાં ભવ્ય પ્રસંગ માટે 175 મહાનુભાવોને આમંત્રણ અપાયું છે, સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કોરોના વાયરસનાં ખતરાને ધ્યાનમાં રાખીને સીએમ યોગી આદિત્યનાથે અપીલ કરી છે કે, લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, ફક્ત તે જ સ્થળ પર પહોંચે. આપને જણાવી દઇએ કે, મંદિરનાં સૂચિત મોડેલની તસવીરો પણ મંગળવારે જારી કરવામાં આવી છે, મંદિરની આ ડિઝાઇન નિખિલ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.