સામગ્રી
1 1/2 કપ ઝીણા સમારેલા ભીંડા
3/4 કપ ચણાનો લોટ
2 ટેબલસ્પૂન ચોખાનો લોટ
1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન જીરા પાવડર
1/2 ટીસ્પૂન ધાણા પાવડર
1/2 ટીસ્પૂન આમચૂર પાવડર
2 ટીસ્પૂન ગરમ તેલ
મીઠું (સ્વાદાનુસાર)
તેલ (તળવા માટે)
1/2 ટીસ્પૂન ચાટ મસાલો (ભભરાવા માટે)
બનાવવાની રીત
એક ઊંડા બાઉલમાં તેલ અને ચાટ મસાલા સીવાયની બાકીની બીજી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડા પણ પાણીનો ઉપયોગ ન કરતાં તેનો એક વખત થોડો થોડો ભાગ લઇને દબાવીને નિચોવી લેવું
એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, થોડું- થોડું મિશ્રણ તમારી આંગળીઓ વડે તેલમાં પાડીને મધ્યમ તાપ પર પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારીને ટીશ્યુ પેપર પર કાઢી લો.
પકોડા પર ચાટ મસાલો ભભરાવીને હલકા હાથે મિક્સ કરી લો. ચહા સાથે તરત જ પીરસો.
