Rajkot News/ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરિયા સહિત 5 વ્યક્તિ સામે 4.28 કરોડની છેતરપિંડીનો આરોપ

અરજીમાં કરેલ આક્ષેપ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે

Top Stories Gujarat Rajkot

Rajkot News : જીલ્લા ભાજપના પ્રમુખ સહીત પાંચ લોકોએ શહેરના મવડીપ્લોટમાં રહેતા વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણમાં ઉચા વળતરની લાલચ આપી રૂપિયા.8.28 કરોડની છેતરપિંડી કર્યાના આક્ષેપ થયા છે. આ અંગેની અરજી પોલીસ કમિશ્નર સમક્ષ કરવામાં આવતા આ મામલે તપાસના આદેશ આપવા આવ્યા છે. અરજીમાં કરેલ આક્ષેપ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મુજબ મહેશ નાનજીભાઈ હિરપરા મવડી મેઈન રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક દીપ જ્યોત પાર્ક, શેરી નં. 1માં રહે છે. ગઈકાલે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાને ઉદેશીને મહેશ નાનજીભાઈ હિરપરાએ કરલી અરજીમાં રામ પાર્ક પાસે, નવનીત હોલ પાસે. હરીધવા રોડ, કોઠારીયા રોડ ઉપર વિક્રાંતી નગરમાં રહેતા દર્પણ હરેશભાઈ બારસીયા, ઇન્દિરા સર્કલ પાસે આફ્રિકા કોલોની શેરી નં. 4માં રહેતા પરેશ ડોબરીયા, 150 ફૂટ રિંગ રોડ નાના મૌવા રોડ આર. કે. પ્રાઈમ બિલ્ડીંગમાં 11 માં માળે ઓફિસ નં. 1102 ધરાવતા ગૌતમ પરસોતમભાઈ બારસીયા, 150 ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક કૃતિ ઓનેલાની બાજુમાં સ્કાય હાઈટ્સમાં રહેતા સંદીપ સેખલીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયાનું નામ આપ્યું છે.

આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાનું કહેવું છે કે હું અરજી કરનાર ફરીયાદીને ઓળખતો નથી અને મારે તેની સાથે કોઈ પરિચય નથી આ મામલે મે પોલીસ કમીશ્નર સાથે ટેલીફોનીક વાતચીત કરી છે. મારા વિરુદ્ધ અરજી કરનાર સામે 10 કરોડનો દાવો દાખલ કરવાનો છું, હું ક્યારેય ફરીયાદી મહેશ હીરપરાને મળ્યો નથી અને આ મામલે મારે કોઈ લેવા-દેવા નથી, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાઆએ આ એક રાજકીય ષડયંત્ર હોવાનું કહ્યું હતું.

અરજીમાં મહેશ હીરપરાને જણાવ્યું છે કે દર્પણ હરેશભાઈ બારસીયા જે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય છે તથા ગૌતમ પરસોતમભાઈ બારસીયા એ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ છે. અગાઉ માર્ચ 2025માં એકબીજા સાથે ઓળખાણ થઇ હતી. મુંબઈ ખાતે ડ્રેસ મેન્યૂફેકચરીંગનું કામકાજ કરતા હરીક્રષ્ણ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે હરી પટેલ મારફત સાળા નિલેષ વશરામભાઈ વેકરીયા તથા મહેશ હીરપરાનો સંપર્ક થયો હતો.

તેઓ શેરબજાર તથા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારો એવો પ્રોફિટ મેળવી આપે છે તેવું જણાવીને મહેશ હિરપરાને રોકાણ કરવા જણાવેલ જેથી હરી પટેલ મારફત 8 લાખનું રોકાણ કર્યું હતું. આ રકમ થોડા દિવસમાં પરત કરી દીધેલ હતી. ત્યારબાદ મહેશ હિરપરાને 8 કરોડનું રોકાણ કરો તો બે દિવસ માં 10 ટકા વળતરની લાલચ આપી હતી.

જેથી મહેશ હિરપરાએ નિખિલ પરસોતમભાઈ સોરઠીયા પાસેથી રકમ રૂપિયા 75,00,000 નીલેશ વશરામભાઈ વેકરીયા પાસેથી રકમ રૂપિયા. 50,00,000, નાનજીભાઈ લક્ષ્મણભાઈ હિરપરા પાસેથી રકમ રૂપિયા 50,00,000, રાજુભાઈ ગોરધનભાઈ પાંભર પાસેથી રકમ રૂપિયા 15,00,000, મહેન્દ્ર નાનજીભાઈ હિરપરા પાસેથી રકમ રૂપિયા 15,00,000, વિશાલ મેણંદભાઈ આહીર પાસેથી રકમ રૂપિયા 33,46,000 તથા હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રકમ રૂૂ. એક કરોડ તથા મહેશ હિરપરા દ્વારા રકમ રૂપિયા 90,00,000 એમ મળીને કુલ રકમ રૂપિયા 4,28,46,000 રોકાણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Entertainment News/નફાનો વાયદો કરી છેતરપિંડી આચરી, ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટો અને તેના સાથી દ્વારા ડોકટરને ઠગ્યો

Kutch News/કચ્છમાં સોશિયલ મીડિયા છેતરપિંડી ગેંગનો પર્દાફાશ

Surat News/સુરતમાં સોનાના વેપારીઓ સાથે મોટી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ